આભાસ થાય છે
આભાસ થાય છે
મૃગજળની માફક તારો, ભાસ થાય છે,
પહોંચું ત્યાં કે અદ્રશ્ય, એ આશ થાય છે.
કેટલીય કથાઓ સાથે લઈને બેઠો છું હું,
પણ તમારા મૌનથી મન હતાશ થાય છે.
તુજ વિના જીવનમાં છે પાનખર ચોતરફ,
તું સંગે તો ભીતર વસંતનો વાસ થાય છે.
અને તમારી ચાહના વધતી જાય નિરંતર,
પણ તમારી સંગે ક્યાં, સહવાસ થાય છે.
તારી વિનાના જીવનની કલ્પના નથી કરી,
તું સાથે હો તો સ્વર્ગનો,આભાસ થાય છે.
આનંદ, ઉલ્લાસ, હર્ષ,શોખ છે તુજથી 'યાદ',
તારા થકી જ જીવનમાં,અજવાસ થાય છે.

