STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

આભાર તારો

આભાર તારો

1 min
27.2K


મળ્યો મનુષ્ય અવતાર પ્રભુ આભાર તારો. 

આવે સદા સદવિચાર પ્રભુ આભાર તારો.

સૌથી અધિક બુદ્ધિમત્તા મનગમતો સંસાર 

ઉજવીએ વાર તહેવાર પ્રભુ આભાર તારો.

મળે પછડાઈ પસ્તાવે વિચારે 'સો' વાર,

રે પ્રારબ્ધ ક્યોથી જાણે વારમવાર.

ભોજન સ્વાદસભરને વ્યંજનો અપાર,

દાનદયાના હોય આચાર પ્રભુ આભાર તારો.

મનોરંજનને મુલાકાતો આપ્તજનની થનાર,

વિવિધ વસનના સિંગાર પ્રભુ આભાર તારો.

આવે રોગદોગ દેહને કષ્ટ આપી સંતાપતા,

વિજ્ઞાનથી એનો ઉપચાર પ્રભુ આભાર તારો. 

સેવા માતાપિતાની સાથે સંત સમાગમ મળે,

તારું સ્મરણ હો વારંવાર પ્રભુ આભાર તારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational