આભાર પ્રભુ
આભાર પ્રભુ
આપ્યો જન્મ તેં ભારત ભૂમિ પર,
જ્યાં અવતર્યા શ્રીરામ અને શ્રીકૃષ્ણ છે,
જ્યાં પરીવાર જ જીવનનો પર્યાય છે,
જ્યાં જુદાં માત્ર ધર્મ અને ભાષા છે,
જ્યાં પ્રકૃતિ જ પ્રભુ મનાય છે,
જ્યાં પૈસાથી ઉપર પ્રેમ ગણાય છે,
જ્યાં ઇતિહાસ વર્તમાનમાં ગવાય છે,
જ્યાં મા બાપને ભગવાન મનાય છે,
આપ્યો જન્મ તેં ભારત ભૂમિ પર,
જ્યાં તહેવારો હરખે ઊજવાય છે.
