આભ
આભ
મને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યાં વરસાદમાં,
વરસે જુઓ ધોધમાર ને થાય વિયોગ, ને મને તારી યાદ આવે.
આ ઘનઘોર અંધારી રાતડી, ને વિજળીના ચમકારમાં,
આ વરસાદમાં જોઉં આભ ધરાનું મિલનને મને તારી યાદ આવે.
લીલી ઓઢણી ઓઢીને ધરા બની ગઈ નવોઢા,
લીલી કૂંજાર વનરાજીઓ વચ્ચે તારી યાદ આવે.
નેવેથી ટપકતી ધાર જેમ આંસુઓ મારાં કોઈ ન જુએ,
હળું હળું ધબકતાં દિલનાં ધબકારમાં તારી યાદ આવે.
નેહ નીતરતાં નેણલાં ને કાજળભરી આંખડી,
પિયુની યાદમાં રુંવે સારી રાતડી, મને તારી યાદ આવે.
"સખી" સૂનાં આ ઓરડા ને સૂનો આ ઢોલીયો,
પડ્યો છે સાત જન્મનો વિયોગ મને ને તારી યાદ આવે.

