Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijita Panchal

Romance

4.5  

Vijita Panchal

Romance

આ વરસાદમાં

આ વરસાદમાં

1 min
298


મિલનની ઝંખનાવાળા દ્રશ્યો સર્જાય આ વરસાદમાં,

કેવા ધસમસતા પ્રવાહ રચાય આ વરસાદમાં..


વરસે તું મારા પર ને પ્રેમ ઝીલાય આ વરસાદમાં,

નજરમાં નજર પરોવી મનડું મલકાય આ વરસાદમાં..


એક છત્રીમાં સાથે ચાલી યાદો બંધાય આ વરસાદમાં,

સરકતી વર્ષાની હેલી સાથે હૈયું ઉભરાય આ વરસાદમાં..


તારી જ પ્રીતમાં આખેઆખી હું ઓગળુું આ વરસાદમાં,

સ્નેહ તારો સ્પર્શી અનેરો લ્હાવો લઉં આ વરસાદમાં..


વાદળના ગડગડાટમાં સંભળાય તારો સ્વર આ વરસાદમાં,

આભમાંથી જાણે તારું વ્હાલ વરસે આ વરસાદમાં..


ધીમી મેઘની ધારમાં દેખાય તારી છબી આ વરસાદમાં,

કંઈક અલગ જ તારું રૂપ નીરખાય પહેલાં આ વરસાદમાં..!


Rate this content
Log in