આ સમય શીખવે છે
આ સમય શીખવે છે
કોઈના પ્રેમમાં ડૂબવાનું આ સમય શીખવે છે,
તો કદી મઝધારે તરવાનું આ સમય શીખવે છે,
મુશ્કેલી અને ઝંઝાવાતો સામે લડી,
જીતવાનું આ સમય શીખવે છે,
જીવનના દરિયે તો હોય તોફાનો ઘણાં,
પણ તોય તરવાનું આ સમય શીખવે છે,
સુકુનથી જિંદગી પસાર કરવા માટે,
ઝખ્મો ભૂલવાનું આ સમય શીખવે છે,
ખરાબ ક્ષણોને ભૂલી જવાનું અને,
યાદગાર પળોને યાદ રાખવાનું આ સમય શીખવે છે,
પરિવાર એ જ સુખનું કારણ છે સૌ માટે,
તેના માટે હૈયે ભીતર પ્રેમ રાખવાનું આ સમય શીખવે છે,
સફળતાના આકાશને ચૂમવા માટે,
પરિશ્રમની પાંખ ફેલાવવાનું આ સમય શીખવે છે.
