STORYMIRROR

Rajeshri Thumar

Action

3  

Rajeshri Thumar

Action

આ રવિવારે

આ રવિવારે

1 min
181

ધીમી ગતિએ પડે સવાર પણ રવિવારે,

ઉતરે થાક છ દિનનો પણ રવિવારે,

મળે આરામનો એક દિન પણ રવિવારે,

મળે કારોબાર જલસાનો પણ રવિવારે,


વ્યસ્તતાએ ઉલઝેલો મળે પરિવાર પણ રવિવારે,

થાય હળવો ભણતરનો ભાર પણ રવિવારે,

ભૂલકાઓથી ગુંજી ઊઠે શેરીઓ પણ રવિવારે,

ખુશીઓ તણી જમાવે મહેફિલ પણ રવિવારે,


આવ્યો મનગમતો આ રવિવાર,

સ્વર્ગની સેર કરાવતો આ રવિવાર,

નથી કરવા બીજા કોઈ કામ આ રવિવારે,

દુનિયા પણ ભૂલી જાઉ આ રવિવારે,


કલમની ધાર સજાવી લઉં આ રવિવારે,

શાહીની સોડમ પ્રસરાવી લઉં આ રવિવારે,

જામ કવિતાનો પી લઉં આ રવિવારે,

ગઝલને ગટગટાવી લઉં આ રવિવારે.


Rate this content
Log in

Similar gujarati poem from Action