આ રમત
આ રમત


છે હૃદયને હારવાની આ રમત.
ધડકનોને માણવાની આ રમત.
એ ડગર પણ સ્હેલ બનશે જો હવે,
છે પરસ્પર જાણવાની આ રમત.
પ્રેમમાં આપી દઈ સઘળું અને,
વિશ્વ આખું પામવાની આ રમત.
આજ મનમાની નહીં ચાલે અહીં,
છે તમારું માનવાની આ રમત.
હું રમી છું દાવ એવો શ્વાસ પર,
ઉચ્છવાસે ફાવવાની આ રમત.
કુંડળી બદલું ગ્રહોની ને પછી,
ચોઘડીયું લાવવાની આ રમત.
સિંચવા છે બાગ મારે આ નભે,
છે "ખુશી"ને વાવવાની આ રમત.