આ મારાથી શું થઈ ગયું
આ મારાથી શું થઈ ગયું
આ મારાથી શું થઈ ગયું
હું તો ગઈ હતી ફૂલોની રખવાળી કરવા
એક પણ મારા હાથે તૂટી ગયું,
મને એવો અહેસાસ થયો
કે મારું પોતાનું કોઈ મારાથી રૂઠી ગયું
આ મારાથી શું થઈ ગયું ?
હું તો ગઈ હતી ચમનમાં બીજ રોપવા
પણ એક ડાળીની કતલ મારા હાથે થઈ ગઈ,
મને એવો અહેસાસ થયો કે મારું સ્વજન મારાથી છૂટી ગયું
આ મારાથી શું થઈ ગયું ?
આ મારાથી શું થઈ ગયું?
મારું પોતાનું દિલ મારા હાથે તૂટી ગયું
આ મારાથી શું થઈ ગયું ?
