Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

આ માનવી

આ માનવી

1 min
217


ફૂલોની ખુશ્બૂ બની માણવાને બદલે,

અત્તર બનાવી વેચે માનવી,


વૃક્ષોનું નિકંદન કાઢી,ઘરના કૂંડામાં

છોડ વાવે માનવી,


વસંતના વધામણાં આપવા

ઘરની ફૂલદાની ને પ્લાસ્ટિકના ફૂલોથી સજાવે માનવી,


ઈશ્વરે આપેલ હવા પાણીની કદર નથી કરતો માનવી,

પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચે આ માનવી,


ઈશ્વરે આપેલ અમૂલ્ય જીવનની કદર કરવાને બદલે,

જ્યાં ત્યાં કિંમતી ક્ષણો વેડફી નાખે આ માનવી,


અઢળક આપ્યું ઈશ્વરે,રાખ્યો માનવીનો ખ્યાલ,

પણ ઈશ્વરને આપેલા વચનને તોડી વિશ્વાસઘાત કરે આ માનવી,


નથી જાણતો એ આગલી પળે શું થશે !

તોયે ખૂબ સંગ્રહખોરી કરે આ માનવી,


ખબર છે કઈ નથી સાથે આવવાનું,

તોયે કમાઈ એટલું ખિસ્સામાં પણ ન સમાઈ,


ધન દૌલત માટે યુદ્ધ પણ આદરે આ માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy