આ કલબલાટ
આ કલબલાટ

1 min

156
આ ઝાડ ઉપર પંખીઓનો કલબલાટ છે,
ના કોરોનાનો ડર બસ ધિંગામસ્તી છે.
સવાર પડી ને ચહેલ પહલ કરતાં આ નિર્દોષ જીવ,
ના લોકડાઉનની રોકટોક ઊંચે આકાશમાં ઊડતાં આ જીવ.
ના એકબીજાની ઈર્ષા ના કોઈ ભય છે,
પરસ્પર એક ઝાડ પર બેસીને એકમેકની હૂંફ છે.
આવશે મા તો દાણાં લાવશે એવી બચ્ચાંઓ ને આશ છે,
હમણાં આપણે પણ ઊંચે આભને આબીશુ એવી ધગશ છે.
ચણ ચણીને પ્રભુગુણ ગાવા એજ જીવનની રાહ છે,
પોતાની આઝાદી ને પોતાની એક અલગ દુનિયા છે.
જોઈએ ક્યાં ભાવનાઓનો ભાર મસ્ત આ જીવન છે,
અનેક પંખીઓ બેસીને ઝાડ ઉપર કરતાં કલબલાટ છે.