આ જિંદગી
આ જિંદગી


આ જિંદગીની સફર દુઆઓથી,
હસીને કાપતી ગઈ સૌનાં સાથથી.
જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ હતી,
તેને અવગણીને દુઆઓથી જીતી.
મુરઝાયા પછી પણ મહેંકી રહી,
સારાં વિચારોનાં સુવાસની ચર્ચા છે અહી.
વસંત તો શું પાનખરમાં પણ ખીલી,
ફૂલ બનીને ફોરમ ચારેકોર રેલાવી દીધી.
ઉંચાઈએ રહેવાનો મોહ જરા પણ નથી,
પણ પ્રયત્ન કરીને નિષ્ફળતા પચાવી ગઈ.
સમય સાથે સમજાયું એમનેમ કશું નથી અહીં,
મહેનત અને દુઆઓથી જ મળે બધું અહીં.
ખુશ રહેવા દુઃખ ને પણ ભૂલી ગઈ,
હસીને જિંદગી માણતા શીખતી ગઈ.