STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

આ હવા પણ માલેતુજાર બની ગઈ

આ હવા પણ માલેતુજાર બની ગઈ

1 min
267

આ સૂરજ ના આગમને

અંધારું તો ક્યાંય અલોપ થઈ ગયું,


જેમ રાજાની સવારી જોઈ રસ્તો આપી દે લોકો એમ

આ સૂરજની કિરણ આપે બધાને ઉમંગ ઉત્સાહ,


આ કળી ફૂલ બની ખીલી ગઈ

આ હવા પણ માલેતુજાર બની ગઈ,


આ કોયલના ટહુકાથી ધનવાન થઈ ગયો આ બાગબાન

ખેતરે આ પાક લહેરાય હવા ના હિલોળે લહેરાય,


આ જગતના તાતનું મો મલકાય

આ ફૂલોના સ્પર્શથી પતંગિયા પણ તવંગર બની ગયા,


આ સોનું વેર્યું સૂરજે ધરતી પણ રસાતાળ બની ગઈ

આ ફળફૂલ મળ્યા વૃક્ષ ને વૃક્ષ પણ દાનવીરોની હરોળમાં આવી ગયું,


સવાર થયું ને અંધારું ભાગ્યું

માનવીના મનનું દુઃખ દર્દ ભાગ્યું,


માનવીને પોતાનું શમણું સાચું લાગ્યું

આળસનું ટોળું ભાગ્યું,


આ ચેતના ને ઊર્જાનું ટોળું આવ્યું

સંગ ખુશીનો નવો અવસર લાવ્યું .


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational