૨૦૨૦એ ઘોળ્યું વિષ
૨૦૨૦એ ઘોળ્યું વિષ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
૨૦૨૦ આવીને જીવનમાં કેવું વિષ ઘોળી ગયો,
ધીમે ડગલે આવીને હલ્લો ખુબ મચાવી ગયો,
કાળરૂપી કોરોના લોકડાઉન લાવી ગયો,
રહી ઘરમાં આપણને જીવન જીવતાં શીખવાડી ગયો,
સુના કર્યા નગર ને રસ્તા દીવાલોમાં કેદ એ કરી ગયો,
મોતનો ભય દેખાડી માનવને ખુશીઓ બધી ભરખી ગયો,
,
ગાડી લીધી બંગલા લીધા, કરી મુસાફરી વિદેશોની,
ડ્રોઈંગ રૂમથી રસોડાની સફર એ કરાવી ગયો,
ઓફિસ કરી ફેક્ટરી કરી, દુકાનો તો બહુ કરી,
માલિક માલિક રમ્યો એને, આજે નોકર તુ બનાવી ગયો,
પૃથ્વીને શણગારી દીધી, પંખીને રમાડી ગયો,
મુક્ત ધરા પર પ્રાણીને, શાંતિ તું દેતો ગયો,
અઢળક ખર્ચ્યા નાણાં, સ્વચ્છતા અભિયાનમાં,
ગંગા યમુનાને તું સ્વચ્છ મફતમાં કરી,
દુશ્મન બનીને આવ્યો તું, મિત્રની ઓળખ કરાવી ગયો,
નેતાઓને જવાબદારીનું ભાન તું કરાવી ગયો,
બહાદુરી બહુ બતાવી, અભિમાનથી બહુ છલક્યો,
એ બહાદુરોને આજે તું મહામારીથ
ી ડરાવી ગયો,
કુટુંબ કબીલાની ઓળખ તું આજે કરાવી ગયો,
પરિવારનાં સભ્યોમાં પ્રેમ હુંફ ભરી ગયો,
માનવીની માનવતા મરી ચૂકી'તી સંસારમાં
એ માનવતાને ઉજાગર કરવા તું અચાનક આવી ગયો,
હે કોરોના તારા ઉપર થાય છે નફરત ઘણી,
મારી નાખ્યા જીવોને તે ક્રૂરતા ઘણી કરી,
નાનકડો તું જીવાણુ કેટલાય જીવ ભરખી ગયો,
અગ્નિદાહ ન મળ્યો માનવને સમય એવો બતાવી ગયો,
વાંક અમારો છે ભલે બહુ આડંબરમાં અમે હતાં,
માંસ માછલીને મદિરા ખાવા ફેશન એને ગણતાં હતાં,
ભૂલો અમારી યાદ કરાવવા તે ઘણાં કાંડ કર્યા,
ભુલો તારી પણ એટલી જ છે, નિર્દોષોને પણ તે માર્યા,
તારો અપકાર માનવો એ ભૂલ છે અમારી,
જીવન જીવતાં શીખવાડવા કરામત કરી તે સારી,
તારો ઉપકાર માની તને આજે હું યાચું,
હવે અમને માફ કરી પ્રયાણ કરો પાછું,
વચન તને આપીએ ભૂલો ના કરશું,
પૃથ્વી પર સ્વર્ગ બનાવી જીવશું અને જીવાડશું.