Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Inspirational Others Children

4.9  

'Sagar' Ramolia

Inspirational Others Children

૧ થી ૧૦નાં જોડકણાં

૧ થી ૧૦નાં જોડકણાં

1 min
657


 (૧) 

પ્રારંભના ઢોલ વગાડે, 

શૂન્યને દૂર ભગાડે; 

સૌથી આગળ રહે છેક, 

ગણતરીમાં પહેલો એક. 

(૨) 

એક સાથે એક મળે, 

જોડી બનીને નીકળે; 

હું હાથ ધરું, તું તાલી દે, 

એક પછી તો આવે બે. 

(૩) 

બેની સાથે એક થાય, 

એને ત્રિપુટી કહેવાય; 

આગળનાં ડગલાં ગણ, 

બે પછી તો આવે ત્રણ. 

(૪) 

ચાર રસ્તા ભેગા થાય, 

એને ચોક કહેવાય; 

જાણે તેઓ પાક્કા યાર,

ત્રણ પછી તો આવે ચાર.

(૫) 

પાંચે પંચ બની જાય, 

પંચ-પરમેશ્વર થાય; 

સાંચને ન આવે આંચ, 

ચાર પછી તો આવે પાંચ. 

(૬) 

વરસાદ આવે છત્રી લાવે, 

કાદવ-કીચડ સાથે લાવે;

બેદરકાર રહેશો ન, 

પાંચ પછી તો આવે છ. 

(૭) 

સાગર તો સાત ગણાય,

વળી સાત ઋષિ વખણાય;

સાતની છે બહોળી વાત, 

છ પછી તો આવે સાત.

(૮) 

આઠમે જન્મ્યા કાન, 

કામથી બન્યા મહાન; 

દુષ્ટોને ભણાવ્યો પાઠ, 

સાત પછી તો આવે આઠ.

(૯) 

રામની તો રામનવમી,

સારી વાતો બધી ગમી; 

બુરાઈનો દૂર થાય પગરવ, 

આઠ પછી તો આવે નવ. 

(૧૦)

દસમે વિજયાદસમી, 

સારા સામે બુરાઈ નમી; 

શીખવામાં ન થાવ ટસમસ,

એકડે મીંડે થાય દસ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational