Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સૌભાગ્ય
સૌભાગ્ય
★★★★★

© Tanvi Tandel

Romance Thriller Tragedy

5 Minutes   529    24


Content Ranking

કેલેન્ડર પર નજર પડી... બરાબર સત્તરમી તારીખ.. આજે મહિનો થઇ ગયો.... એ જ તારીખ. પતિના મરણને..એ કમનસીબ દિવસને યાદ કરી રહ્યા સંતોષબેન.

સંતોષ બેન એક પતિવ્રતા સન્નારી. પોતે પતિ સાથે સુંદર ઘરસંસાર ચલાવતા હતા. એક પુત્ર ને એક પુત્રી. પરફેક્ટ ફેમિલી એમનું. લગ્ન જીવનના ચોવીસ વરસ થયાં હતાં. આટલા વર્ષોમાં ક્યારેય સંતોષબેન તરફથી મનસુખલાલ ને કોઈ તકલીફ ન્હોતી પડી. બન્ને પતિ પત્ની સમાજના એક આદર્શ જોડામાં ગણાતા. લગ્ન મરણ કે જ્ઞાતિના ગમે તે પ્રસંગે બન્ને પતિ પત્ની સાથે જ જાય. ખુબ ચીવટથી સંતોષબેન ઘરકામ કરતા ને કરકસર થકી સરસ રીતે ઘરખર્ચ ને પહોંચી વળતા. મનસુખલાલ પણ સારું કમાતા. બન્ને એ પોતાના પુત્ર ને સારું ભવિષ્ય આપ્યું હતું. પુત્રી ના મોભાદાર સારા ઘરે લગ્ન કરાવી મનસુખલાલ સાથે વાનપ્રસ્થાશ્રમ ભોગવતા હતા. મનસુખલાલ હવે રીટાયર્ડ થયા હતા.

નોકરી કરતા ત્યારે તો મનસુખલાલનો જોરદાર દબદબો હતો. બધું ટાઇમસર જ જોઈયે. સમયના ચુસ્ત આગ્રહી. સંતોષબેન બધુજ એમના મુજબ જ કરે. એમના ટાઈમ ટેબલ ને ફોલો કરવામાં જ આખી જિંદગી પૂરી કરી હતી. છતાં ક્યારેય કોઈ ફરિયાદ ના હોય. પતિની સેવા બસ એ જ એમનો ધર્મ. સવારે ઉઠતાની સાથે ગરમાગરમ રોટલી ઉતરી જાય પછી જ એ ચા પિયે..એમનું ઘડિયાળ પાકીટ કપડાં બધુજ બેડ પર તૈયાર જોઈયે. એક પરફેક્ટ ગૃહિણી બનીને આટલા વર્ષો મનસુખલાલ ને સાચવતા.

રીટાયર્ડ થયા પછી પણ સમયનો સદુપયોગ કરવો એમજ એમનું માનવું. રોજ કંઇક વિશેષ હોય. બધું બરાબર ચાલતું હતું ને અચાનક હાર્ટ એટેકના અણધાર્યા હુમલાથી એમનું મૃત્યુ થયું. જીંદગીભર જેના સાથનું વ્યસન થઈ ગયું હતું એ આમ અચાનક જતાં રહ્યા ..આ આઘાત જીરવવો એમને માટે બહુ મુશ્કેલ બની ગયો. હંમેશ માટે સંતોષબેન એકલા પડી ગયા.

ઘરની બહાર નીકળવું બંધ કરી દીધું. બજારમાં મનસુખલાલ જોડે જ જતાં....બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. મહિનાથી જીવન ચાલતું હતું પણ બધું નીરસ બની ગયું. ગયી કાલે જ વહુ એ ચોરી તુરિયાનું શાક બનાવ્યું હતું. હા, મનસુખલાલ ને બહુ ભાવતું... સંતોષબેનથી એક કોળિયો પણ ગળે ના ઉતરી શકાયો. ડિશ એમની એમ મૂકી એ ઉભા થઈ ગયા. વારંવાર ઘણી બધી બાબતો એમને મનસુખલાલની યાદ અપાવતી.

દીકરો આરવ ઘણો સારો હતો... એકદમ મનસુખલાલ કોપી જ. નોકરી કરતો હતો. પુત્રવધુ તો એથીય સવાયી. સંતોષબેનને દરેક રીતે સાચવતી. બન્ને જણા માં ને એકલું ના લાગે એ માટે વાતો કરવા બહુ પ્રયત્નો કરતા. સસરાના મૃત્યુ પછી તો સંતોષબેનને કોઈ પણ ઘરકામ પણ ના કરવા દેતી. નોકરી કરે તો પણ ઘરનું કામ જાતે બધું પતાવીને જ જતી. પણ સંતોષ બેનને કામ કરવું હતું પણ કરે શું?

વહુ બેટા...નવરા સમય ના જાય...એથી સારુ કે કામ કરીએ... લાવ આ કામ હું કરી દઊં...

પણ આર્જવી તો ના જ પાડે.

સમાજમાં પણ લોકો સંતોષબેનની પુત્રવધુ ને વખાણતા કે વહુ હોય તો આર્જવિ જેવી. બન્નેની એક સુંદર દીકરી હતી પરી... સંતોષબેન એની સાથે સમય પસાર કરતા. વહુ ને દીકરો ઓફિસ જાય ને પરી સ્કૂલમાં જાય ત્યારે ખાલી ઘર સંતોષબેન ને વધુ દુઃખી કરતું.

આજે એવું જ થયું. આર્જવિ ને આરવ ઓફિસે ગયા. પરી સ્કૂલમાં ગયી હતી. સંતોષ બેન એક ખૂણામાં સૂનમૂન બેસી રહ્યા હતા. મનસુખલાલના મૃત્યુ પછી પંદરેક દિવસ તો ઘરમાં કોઈ ને કોઈ હોયજ. પણ બધા પોતપોતાના કામમાં જોડાઇ ગયા હતા. વહુ દીકરો પણ કેટલી રજા પાડે. થોડા દિવસોથી એકલા જ હોય બપોરના સમયે. થોડું જમીને એ ભૂતકાળમાં થોડો સમય સરી જતા, જ્યાં જીવનના સુંદર પડાવો હતા, જ્યાં મનસુખલાલ હતા, મધુર વાતો, ખાટી મીઠી રકઝક, સુખી દાંપત્ય ની છબી હતી.

અરે, મનસુખલાલ તમે?

હા, સંતુ... (પ્રેમથી એ આ નામથી બોલાવતા.)

સંતુ, ચાલને મારી સાથે... તૈયાર થઈ જા ..

સંતોષબેન તો ફટાફટ રૂમમાં ગયા. મનસુખલાલના ગુસ્સાથી એ પરિચિત. એમને ક્યાંય પણ જવાનું હોય તો સંતોષ તૈયાર થવામાં વધારે સમય લે એ ના ગમે. કબાટ ખોલ્યો.. પણ આ શું... ક્યાં ગયી બધી સાડીઓ...? કબાટમાં બધી રંગવિહિન સાડીઓ જ ... અરે સફેદ રંગ તો મનસુખલાલ બેસણાંનો રંગ ઓળખાવતા. નફરત હતી એમને આ રંગ પ્રત્યે.. સંતોષ બેનનું મન પડી ગયું.

અરે, ઉતાવળ કરને સંતુ...મોડું થશે.. બહારથી અવાજ આવ્યો.

સંતોષબેન તો હજુ સાડી શોધતા હતા. એ બેબાકળા બની ગયા. એટલામાં જ નજર એક નીચે દબાય રહેલી મોતીઓના ભરતવાળી સુંદર આસમાની સાડી પર નજર ગયી... હા ...આ સાડી તો મનુ ને ખુબ ગમે. એ જ તો લાવેલા પેલા વેલણતાઇન.. ના પેલું .... શું...હા પ્રેમીઓનો દિવસ ...ના વખતે. સાડી પહેરીને તૈયાર થઈ ગયા.

બહાર નીકળી મનસુખલાલ ને પૂછ્યું..કેવી લાગુ છું????

અરે... આ ..... શું... કોઈ નજરે ના પડ્યું. આખા ઘરમાં ફરી વળ્યા. અરે અહી જ તો હતા..

અરે, સાંભળો છો?? કહું છું...લો તૈયાર.

પણ ઘરમાં તો કોઈ હતું જ નહિ. સંતોષ બેન વધુ ચિડાયા. થોડી વારમાં નજર ફૂલોની માળા પહેરાવેલ ફોટા પર પડી.. બાજુમાં મૂકેલ ખુરસી જ્યાં કાયમ બેસી પેપર વાંચતા એ પણ ખાલી પડેલી હતી...

લાંબો નિસાસો નંખાય ગયો.

અરે...., મને શું થાય છે.? કેમ આટલા દિવસો પછી ... આભાસ થયો..એ તો મને આ સંસારમાં એકલી મૂકી અનંત યાત્રા એ નીકળી ગયા. ફરી એ દિવસ જ્યારે મૃત્યુ થયું હતું...ત્યારનું એમનું એ પાર્થિવ શરીર., એ લોકોની ભીડ..એમનું હૈયાફાટ રુદન ...એ પોતાનાથી કાયમ માટે દૂર જઈ રહેલા મનસુખલાલ .... બધું તાજુ થઇ ગયું. એ દ્ર્શ્યો આંખો આગળ આલેખાયા.

પોતાને એકલી મૂકવા બદલ ફોટા પાસે ઊભા ઊભા ઠપકો પણ આપ્યો. હ્રદય રડું રડું થઇ રહ્યું. પોતાની સાડી જોઈ ફરી......અશ્રુઓ ને રોકાયા નહિ. ... ને જાણે ચોમાસાના ત્રણેય માસ એક વારમાં વરસી જાય ...એમ વરસાદ બની છલકાયા..એમ ને એમ બેસી રહ્યા એ જ ખુરસી પર.

ઘડિયાળમાં પાંચના ટકોરા થયાં. વહુ ઓફિસથી ઘરે આવી. ડોર બેલ વગાડી પણ ઘર ખુલ્યું જ નહિ. આર્જવીએ જોયું તો દરવાજો અધખુલ્લી હાલતમાં હતો.

અંદર જઈ ખુરસી પર સૂતેલા સંતોષ બેનને જોયા. બા આટલા મોડા ક્યારેય ઊંઘતા નહિ. ને ઓફિસથી આવે આર્જવી ત્યારે તો જાગે જ. બે ત્રણ બૂમ મારી પણ સંતોષબેન ઊઠ્યાજ નહિ. નજીક જઇ જોયું....અરે આ ....... શું? સંતોષ બેનનું માથું ઢળી પડ્યું. ફટાફટ મિહિરને ફોન કર્યો. મિહિર ૧૦૮ બોલાવી દોડતો આવ્યો પણ.... સંતોષબેનતો ,,,, મનસુખલાલ સાથે ફરવા.,,, એમની અલગ દુનિયામાં, એ જ તારીખે ... સમયસર પહોંચી ગયા હતાં. ક્યાંક મોડું ના પડાય.

#husband #death #luck

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..