Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Daxa Ramesh

Drama Inspirational Romance

4  

Daxa Ramesh

Drama Inspirational Romance

"Mutual understanding"

"Mutual understanding"

2 mins
14K


યુગ, જ્યારે એની 6 મહિનાની કેલ્વિનું ડાયપર બદલતો હતો એ જોઈને એનાં મમ્મી બોલ્યા,

"અંજલિને કહે ને! તું શું કામ આ કરે છે?"

અંજલિએ આ સાંભળ્યું, નેઇલ પેઇન્ટ કરતાં એની આંગળીઓ થંભી ગઈ. એ યુગ સામે જોઈ રહી..!!

યુગે હસતાં હસતાં જવાબ આપ્યો, ' મમ્મી, તું જુએ છે. અંજલિ નેઇલ પેઇન્ટ કરી રહી છે ... તો પછી આ પ્રશ્ન અસ્થાને નથી??"

યુગનાં મમ્મીએ છણકો કરતાં કહ્યું, " આ સારું!! અમેય નોકરી કરતાં હતાં તોય મેં બે છોકરાં મોટા કર્યા.. તારાં પપ્પા મને નાનામોટા કામમાં મદદ પણ કરતાં, પણ આમ સાવ આવું..??"

અંજલ હવે, નેઇલપેઇન્ટ સુકાઈ ગઈ કે .??. એમ જોઈ રહી.. સાથે સાથે સાસુની તીક્ષ્ણ નજર...

એ થોડી ઓઝપાઈ રહી..

ત્યાં યુગનાં પપ્પા આવી બોલી ઉઠ્યા...

"યાદ છે, તને યુગની મમ્મી, હું યુગને હાલરડાં ગાઈ સુવડાવતો ત્યારે.. આપણાં પડોશી, મારી મજાક ઉડાવતાં હતાં અને તું કહેતી," તમે રાગડા તાણી ને ન સુવડાવો!! ત્યારે..."

"ત્યારે.. હા, તમે મને કહેતાં કે.. સમય બદલાઈ રહ્યો છે.. એ આપણે આ લોકોને બતાવવું જ રહ્યું! જો પત્ની, પતિનાં ખભેખભો મિલાવી નોકરી કરી શકે તો પછી પતિ કેમ ઘરકામમાં મદદરૂપ ન થઈ શકે??

પણ.. આ તો.. હું ..તો એમ.."

યુગનાં મમ્મી અટકી ગયાં..અને યુગ, પોતાની ઢીંગલીને મમ્મીનાં હાથમાં થમાવતાં બોલ્યો, "મોમ!, પાપા!, તમારાં બન્ને વચ્ચે જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી એમાંથી જ તો અમે શીખ્યા છીએ કે પત્ની એ ઘરની નોકરાણી કે બાળકોની આયા નથી.

અંજલિ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, મોમ!! હું ઈચ્છતો હોવ કે, અંજલિ મેરેજ પહેલાં જેવી હતી એવી જ સ્માર્ટ અને બ્યુટીફૂલ વાઈફ બની રહે તો મારે એને જેટલી ચાહવી હોય એ સાથે સમજવી અને સન્માનવી રહી..! હું જો એને એવો સ્પેર ટાઈમ જ ન આપી શકું તો એ મારી વાઈફની સાથે મારી હતી એવી જ ગર્લફ્રેન્ડ કેમ બની શકે?

મમ્મી, સોરી ટુ સે.. બટ..

હું મારી ફ્રેન્ડને ભોગે પત્ની મેળવવાં નથી ઈચ્છતો!"

હવે, અંજલિ એ સાસુ સામે નજર માંડી..

અને એ પણ...અંજલિ સામે મલકી રહ્યા..!!

આખરે એની અંદર પણ એક સ્ત્રી જીવતી હતી જે એનાં પતિની દોસ્ત બનવવાં ઇચ્છતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama