Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Thriller

4.9  

Kalpesh Patel

Drama Thriller

શાપિત હીરા

શાપિત હીરા

7 mins
1.4K


આફ્રિકાના પશ્ચિમ ભાગના અંદરના ભાગે આવેલ કૉંગો નદીના તટને અડીને આવેલી ખડકાળ જમીનની રામજીભા અને તેમણે એકઠા કરેલ દસ આફ્રિકન કુટુંબોની સહાયથી સકલ ફેરવી લવિંગના પાકથી લહેરતા ખેતરમાં ફેરવી નાખેલ હતી. ખેતરમાં પાક તૈયાર હતો, બસ લલણી કરવાની હતી અને બધો માલ માંડવી બંદરે વિચાઈ ગયેલો હતો. એક રાત્રિએ તાપણું પેટાવી ખેતરના શેઢે બેઠેલા રામજીભા તેમની જિંદગીના લેખાં જોગા જોતાં હતા. આ દરમ્યાન તેમણે તેમની માં યાદ આવી ગયા. લગભગ તેઓ પાંચ વરસના હતા અને મા એ તેમને લધાભાની પેઢીના વહાણમાં ચડાવી દીધા હતા, અને સમય વિતતા, ફરજ પાલન અને પ્રમાણિકતાએ તેમણે પૂરતો બદલો આપ્યો હતો. આજે લગભગ દસ કુટુંબ તેઓના આશરે હતા. આમ વિચાર કરતા હતા ત્યાં બંદૂકની ગોળી છૂટવાનો અવાજ આવતા જોયું તો નદી કિનારે એક બુજુર્ગ માનવી લોહી નીતરતી હાલતમાં પડ્યો હતો. રામજીભાએ તેને ઉપાડીને તેમના ખેતરે લઈ આવ્યા, હજી તે માણસનો શ્વાસ ચાલતો હતો, ભા’એ હાક મારી અને તેમના એક હબસી હુશેનને બોલવી તેને નદીએ પાણી લેવા મોકયો અને તાપણામાં નવા લાકડા ઉમેર્યા. તાપણાના ઉજાસમાં જોયું તો તે માણસને કઈ બોલવું હતું પણ તે બોલી શકતો નહતો. તેણે તેની કેડથી બાંધેલી વાંસની ભૂંગળી ખેંચી રામજીભા તરફ ધરી ત્યાં તેણે શ્વાસ મૂકી દીધો.

જેમાં રામજીભાને એક ભેદી ચિત્ર જોવા મળે છે.

હુશેન હજુ પાણી લઈને આવ્યો નહતો, રામજીભાએ ભૂંગળી તે મૃતકના હાથમાંથી લીધી. અને તેનો પેચ ખોલ્યો તો તેમાં એક ભોજ પત્ર ઉપર એક ચિત્ર હતું, જેમાં એક મિનારા જેવો પર્વત હતો અને તે મિનારા જેવા પર્વતની ઉગમણી બાજુએ સવાર નો સૂરજ દોરેલો હતી અને તેની સામે આથમણી બાજુની પર્વત માળા ઉપર ઠેર ઠેર તારાલાઓ લાઈનબંધ દોરેલા હતા. કઈક ઘાટના પાણી પીધેલા રામજીભાને વાંસની ભૂંગળીવાળા ચિત્રમાં કઈ ગતાગમ ન પડી, પરંતુ રામજીભા રમીના ઉસ્તાદ ખેલાડી રહેલા હોઈ, તે ચિત્ર તેમના મગજમાં હમેશને માટે અંકાઇ ગયું. રામજીભાને થયું કે નક્કી આ ચિત્રએ જ આ માણસનો જાન લીધો છે. માટે આ ચિત્રને નાશ કરવો જોઈએ, એમ વિચારી તે ચિત્ર અને વાંસની ભૂંગળી સળગતા તાપણામાં હોમી દીધી.

હવે હુસેન પાણી લઈને આવી ગયો હતો, અને તે મરેલા માણસને જોઈ, તેની આંખમાં એક ચમક આવી તેની રામજીભાની ચકોર નજરે નોંધ લીધી. અને હુસેનને પૂછ્યું, એલા, તું આ’ને ઓળખે છે ?, હુસેને ચહેરાના ભાવ છૂપાવી તેની મુંડી હલાવી, ના કીધી. અને માસૂમ બનતા પૂછ્યું, ભા આ’નો કોઈ સામાન નથી, રામજીભાએ કહ્યું, તે જાણવાનું તારું કામ નથી. પણ તે પૂછ્યુ છે, તો, તું જ તપાસી લે, કશું નથી અહી, ત્યાં કિનારે તેના ઘોડા પાસે કઈ હોય તો જોઈ આવ, અને ખાડો કર, આ’ને દાટી દઈએ, એટલે આપણી ફરજ પૂરી. હુસેને કચવાતા મને ખાડો કર્યો અને તે મૃતકને દાટી દીધો, પણ તેણે વાંસની ભૂંગળીનો પેચ તાપણા પાસે પડેલો જોયો, અને કોઈક વિચારે ચડી ગયો. રામજીભા હુસેનને ત્યાં છોડી પોતાની ઝૂંપડીએ આવ્યા અને જમી સૂઈ ગયા.

જેમાં રામજીભા એક ટોળીના હાથમાં સપડાય છે.

આખા દિવસના થાકેલા રામજીભા તો ખટલીમાં પડતાં વેત સૂઈ ગયા, પણ આજે તેમને ઊંઘમાં પણ તે ઘાયલ વૃદ્ધ માણસ અને, તેની મરતી વેળાની તેની આંખોમાં ડોકાતી મુઝવણના અબોલ ભાવ નજરે પડતાં હતા, તો ક્યારે પેલું મિનારાવાળું ચિત્ર અને પર્વતમાળાની ઉપર દોરેલા અઢળક તારલાઓ. ઊંઘમાં પણ ભા’ ચિત્રનો તાળો મેળવવા મથતા હતા, પણ કોઈ સંતોષ થાય તેવું તેમણે સૂજતું નહતું. ત્યાં એકાએક માથા ઉપર કોઈ બોથલ ફટકો પડ્યો હોય તેવું લાગ્યું અને ઘેરા દર્દની ચીસ પડાઈ ગઈ.

રામજીભાની આંખ ખૂલી ત્યારે જોયું તો આકાશમાં તારલાઓ ટમ-ટમી રહ્યા હતા, પણ પોતાના હાથ પગ ખાટલીએ બંધયેલા અને ખાટલી એક ગાડામાં હતી. જે ઉબડ ખાબડ રસ્તે જઈ રહી હતી કોઈ અમંગળ બીનાની આહટ ભાળી, રામજીભા, આંખો મિચી પડ્યા રહ્યાં, ત્યાં તેમના કહે હુસેનનો અવાજ પડ્યો, તે કોઈને કહી રહ્યો હતો, કે, “ સરદાર, આ ગુજરાતી ચતુર અને હરામી છે, મે તેણે દૂરથી તાપણામાં કઈક નાંખતા જોયો છે. થોડી ખાતીરદારી કરો, પોપટની માફક બોલશે. અરે હુશેન, આ અબ્દુલ સરદારનો ખોફ તો તું જાણે છે ને ? આ આખા મલકમાં ગોરાઓ પણ મારાથી ડરે છે, તો આ દાળ ભાતિયાની શું વિશાત. ચલ અહી પડાવ નાખીએ, અને તારા ભા’ને ટાઢા પાણીએ નવરાવ એટ્લે ભાન આવે પછી, જો તે બેટમજીની શું વલેહ કરું છું !.

પણ અબ્દુલ સરદાર, મારૂ શું ? મે તમને ખજાનાની ચાવી લાવી ને આપી છે, મારો ખ્યાલ રાખજો. અરે હનીફિયા, તું ઉતાવળો થા માં, હજુ તો તારી, આ આજની પાશેરામાં પહેલી પૂણી છે, આ સરદાર ઉપર ભરોસો રાખ તારો ભાગ તને જરૂર મળશે બસ.

ખાટલીએ પડેલા રામજીભાએ વાર્તાલાપ સાંભળ્યો અને થયું કે તેઓ કોઈ મોટી મુસીબતમાં ફસાવના છે અને આ મામલો પેલા ગેબી મિનારા વાળા ચિત્ર સાથે લાગે છે, પણ બરાબર તે વખતે, તેમની માએ કીધેલું યાદ આવ્યું કે,”કોઈ પણ વિપદામાં ધીરજ ના ખોવી” .રામજીભા બેહોશીનો ડોળ કરી ખટલે પડી રહ્યા. અને હાનિફની આંખમાં જોયેલી ચમકનો અર્થ હવે તેઓને સમજાતો હતો.

હાનિફે અબ્દુલને પૂછ્યું, અરે સરદાર, ખજાનો લેવા તમે ત્રીસ માણસ કેમ લીધા, ત્યારે સરદારે કહ્યું. જો, સાંભળ, મારો બાપ અલી મોમદ, તેણે, તેની આખી જિંદગી તે પેલા દાટેલા બુઢા મુસ્તાકની પાછળ વેડફી, પણ તે મુસ્તાકે, તેમણે ખજાના ની જગ્યા ન જ બતાવી. અને મને લાગ મળતા મે તેણે વધેરી નાખ્યો.

તો સરદાર આ ખજાનો શેનો છે, અરે ભાઈ. મારો બાપ કહેતો હતો કે આ કૉંગો નદીના કોતરોની પાછળ આવેલી પહાડીઓમા કોક જગ્યાએ હીરાના પર્વતો છે, અને તે કઈ જગ્યાએ છે તે આ દોઢસો વરસના મુસ્તાક બાબા ને ખબર છે. બોલ હવે. તો તે હીરા લેવા માટે કઈ એકલા જવાય?

રામજીભાને આખા વાતની હવે ગેડ બેઠી હતી કે જે પર્વતો ઉપર તારલાઓ દોરેલા હતા તે હીરાની નિશાની હતા, અને તેમને હવે ઊંચા મિનારા જેવા પર્વતની જગ્યા પણ યાદ આવી ગઈ, એક વખત લધાભાસાથે વહણમાં કોગો નદીના માર્ગે આવતા હતા ત્યાં રસ્તામાં તે મિનારા જેવો પર્વત જોયેલો તે જગ્યા યાદ આવી ગઈ.

રામજીભાને હવે હનીફ પોતાની પાસે આવતો હોય તેવુ લાગ્યું અધખૂલી આંખે, જોયું તો તેના હાથમાં છરો હતો, રામજીભાને પરસેવા છૂટી ગયા, મનોમન ભગવાનને સહાય માટે પ્રાર્થના થઈ ગઈ, અને જોયું તો હનીફ તેમના હાથે પગે બધેલી દોરીઓ કાપતો હતો, હવે પડશે તેવા દેવાશે, સમજી હનીફને જોતાં બોલ્યા અરે હનીફ આપણે કોઈ બદમાશના હાથમાં ફસાયેલા હોય તેમ લાગે છે.

ભા’ તમે સાચું ધારેલું છે, આ બધી મુસીબત પેલા ઘરડા માણસની અંતિમ ક્રિયા સાથે શરૂ થયેલી છે. એમ કહી હાનિફે અબ્દુલ સરદાર અને તેની ખજાનાની શોધ માટેની સફરની વાત કરે છે.

ઓહ તો તે વાત છે, એમ કહેને ભાઈ ? તું તો જાણે છે ને ?. ભાઈ, તે મૃતક પાસે ફૂટી કોડી પણ હતી નહીં, પણ મને તે જગ્યાની ખબર છે, પણ ત્યાં હીરાના ખડકો ક્યાં છે તે મને ખબર નથી, મને તારા સરદાર પાસે લઈ જા, હું તેને તે જયાની એધાણી બતાવીશ.  

હુસેનતો રજીનો-રેડ થઈ ગયો, અને દોડીને સરદારને વાત કરી, અબ્દુલ સરદાર પણ ખુશ હતો બે પેઢીની તપસ્યાનો અંત હાથ વેત હતો.

બસ પછી તો સરદારે બીજા દસ મજૂર અને પાંચ ગાડા માંગવી લીધા, આખો રસાલો રામજીભાની રાહબારી હેઠળ પાંચમા દિવસે મિનારા જેવા પર્વત પાસે પહોચ્યો, ત્યારે રાત પડી ચૂકી હતી, અને રામજીભાએ સવારે જગ્યા બતાવશે તેવું કીધેલું એટ્લે સૌ કોઈ હીરાના ખ્વાબમાં રચી દારૂ પી મોજમાં હતા, એક રામજીભા મૂંઝાતા હતા કે સવારે શું કહેવું, અને વારે વારે, પેલા વાંસની ભૂંગળીવાળા ચિત્રને યાદ કરતાં હતા. આખરે પો’હ ફાટયો અને વહાણું વાયુ, પંખીઓએ કલશોર કર્યો અને, તેમની આંખ ખૂલી. સૂર્યના પહેલા કિરણે, મિનારાવાળા પર્વતનો પડછાયો જમીન ઉપર રેલતો જોયો ને તેઓના મગજમાં ઝબકારો થયો, તરત ઊભા થયા તો જોયું, તો જેમ સૂરજ ઉપર આવતો જતો હતો તેમ મિનારાની ટોચનો પડછાયો નદીના તટમાં રેલાતો હતો. તેમણે, સરદારને આદેશ આપ્યો, અબ્દુલ લગાવ દોટ, આ મિનારાની ટોચનો પડછાયો જાય ત્યાં, તે તને તારા ખજાના પાસે લઈ જશે.

ના રામજીભા, તમારું કામ હજુ પૂરું નથી થયું. હજુ મને મંજિલ નથી મળી. તમારે મારી સાથે રહેવું પડશે. અને સરદારે બધાને આદેશ આપ્યો અને આગેવાની લઈ મિનારાની ટોચના પડછાયા તરફ દોટ લગાવી નદીના પટની પેલે પાર આવેલી પર્વત માળા પાસે તે પડછાયો રોકાયો, અને રસાલો ત્યાં પહોંચ્યો તો તે જગ્યાએ એક ગુફા હતી બધાએ તેમાં દોટ મૂકી..

ગુફાની પેલે પાર જતાં, રામજીભા અવાક હતા, તેમની આંખો અંજાઈ જતી હતી ચારેબાજુ પાકા- કાચા હીરાના ખડકો ઉપર સૂરજના કિરણો પરાવર્ત પામી એક સામટા સો સો સૂરજની રોશની રેલાવતાં હતા. હવે અબ્દુલ સરદાર ગાંડો થઈ ખોબા ભરી નીચે પડેલા હીરાના ટૂકડાઓ તેના ઘોડાના જીનમાં બેફિકર થઈ ભરતો હતો. ત્યાં હાનિફે ધારદાર છરો તેને ભોંકી દીધો, અને અબ્દુલ ફાટી આંખે તેજ ઘડીએ ખપી ગયો. બાકી રહેલ ત્રીસ માણસોમાં ઘમસાણ થયું, બધા એક બીજાના હાથમાંથી હીરા લેવા તલપાપડ થઈ ગયા, એવામાં હનીફની નજર સામે રહેલા એક મોટા ગુલાબી હીરા ઉપર પડી, તેને કોદાળી લીધી, તે વખતે રામજીભાએ તેને વાળ્યો, ભાઈ હનીફ તું લોભ ન કર, પણ માને તો હનીફ શાનો ?, તેણે કોદાળીનો જેવો પહેલો ઘા ગુલાબી હીરા ઉપર માર્યો ત્યાં મોટો ધડાકો થયો અને તેમાથી ધસમતતો પાણીનો પ્રવાહ વછૂટયો, રામજીભા એ સમયસૂચકતા વાપરી અબ્દુલનો ઘોડો ઉઠાવ્યો અને સવાર થઈ ગુફાની બહાર નીકળી ગયા. બહાર આવી જુએ છે તો આખી પર્વત માળા પાણીમાં ગરકાવ થતી જતી હતી.. તે જોઈ રામજીભાએ તેઓનો ઘોડો દોડાવે રાખ્યો.

પાંચમે દિવસે પાછા લાઘભાની પેઢીએ પહોચ્યા ત્યારે થાકીને લોથ-પોથ થયેલા અને આખા શરીરે કાળજાળ ગરમીને કારણે ફોડલા પડી ગયેલા હતા. બે દિવસની સારવાર બાદ,ભા’ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે લઘભા, બોલ્યા ‘ગિગા’, તે તો ભારે કરી... હું આખા જ્ન્મારામાં ના કમાયો એવડું તું એક ખેપમાં ખેંચી આવ્યો. કહેતા અબ્દુલના ઘોડાના જીનમાં ભરેલા ચમકતા હીરા બતાવ્યા. ના લઘા-બાપા આ શાપિત હીરા છે, આ’ની પાછળ ઘણા લોકો ખુવાર થઈ ગયા છે તે મને ના ખપે, તમે તેની ઉપજમાંથી દેશમાં સખાવત કરો તેવી મારી વિનંતી છે. મારે માટે તો મારા હાથ અને તમારા આશિષથી મોટો કોઈ ખજાનો નથી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama