Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

nayana Shah

Drama Tragedy Inspirational

4.4  

nayana Shah

Drama Tragedy Inspirational

પસંદ નથી

પસંદ નથી

5 mins
423


મુદ્રાને તો વિશ્વાસ હતો જ કે એ તો એના મમ્મી પપ્પાની ખૂબ લાડલી છે. આજ સુધી એની કોઈ પણ વાતની ના નથી કહી. જયારે મૃદંગ તો ડોક્ટર હતો. ભલે ને એ સામાન્ય ઘરનો હોય તેથી શું થઈ ગયું ? જો કે એના પપ્પા તો કોઈ ખાનગી કંપનીમાં કલાર્ક હતા અને મૃદંગ પણ સ્કોલરશીપ મેળવીને તથા લોન અને દાનની રકમ મેળવીને જ ડોક્ટર થયો હતો. પણ પોતે તો જાણીતા જ્વેલરની એકની એક પુત્રી હતી અને સુરતમાં અબજોપતિમાં એમની ગણતરી થતી હતી. મુદ્રાને કોલેજમાં ભણવા કરતાં મોજશોખમાં વધુ રસ હતો. એ કોલેજમાં પણ કાર લઈને જતી. ડ્રાઈવર કારમાં મૂકવા આવે એ એને ગમતું ન હતું. તેથી એ જાતે જ કાર ડ્રાઈવ કરતી. એવામાં એક દિવસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો એને મૃદંગને પલળતો જોયો અને કાર ઊભી રાખી. કારણ એને મેડિકલ કોલેજમાં મૃદંગને જોયો હતો. એની કોલેજ નજીકમાં જ હતી. તે દિવસે તો એને મૃદંગને કારમાં લિફ્ટ આપી. ત્યારબાદ તેઓ અવારનવાર મળતાં રહેતાં હતાં. મૃદંગ હોસ્ટેલમાં રહી ને ભણતો હતો કારણ કે એના માબાપ વલસાડ પાસેના નાના ગામમાં રહેતા હતાં. મુદ્રાને આમપણ ભણતર પ્રત્યે મોહ હતો. અને મૃદંગનો સાલસ તથા શરમાળ સ્વભાવથી એ એના પ્રત્યે આકર્ષાઈ હતી. મૃદંગને મુદ્રા પસંદ તો હતી પરંતુ એ જાણતો હતો કે આ અબજોપતિની દીકરી સાથે પ્રેમ કરવાનો કોઈ અર્થ નથી. એના જેવા ગરીબ ઘરના દીકરાને એના માબાપ હા કહે જ નહીં.

જ્યારે મુદ્રાએ મૃદંગ પાસે એના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો ત્યારે મૃદંગે સ્પષ્ટ કહી દીધું હતું કે "એ શક્ય જ નથી કારણ આપણી વચ્ચે રાજા ભોજન અને ગાંગુતેલી જેટલું અંતર છે. " પરંતુ મુદ્રાનું કહેવુ હતું કે મને તો તું જ પસંદ છું. મૃદંગ મુદ્રાને સમજાવતો રહ્યો કે આપણી વચ્ચે માત્ર દોસ્તીનો સંબંધ જ શોભે. પરંતુ મુદ્રા એની જક્ક છોડવા તૈયાર ન હતી. મુદ્રાએ જયારે એના મમ્મી પપ્પા ને વાત કરી ત્યારે એ લોકો તો તરત તૈયાર થઈ ગયા હતા. કારણકે એમને ભણતરનો મોહ હતો. એમાંય એમને ડોક્ટર જમાઈ મળે તો સમાજમાં એમની વાહ વાહ થઈ જાય. તેથી જ તેઓ નવસારી પાસેના ગામમાં મૃદંગના માબાપ ને મળવા ગયા. મૃદંગના માબાપને તો આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરેથી દીકરાનું માંગુ આવે એ વાત જ સ્વપ્નવત્ લાગતી હતી. જો કે મુદ્રાના ઘરનાની ઈચ્છા હતી કે ગામમાં વિવાહ વિધિ રાખવાને બદલે સુરતમાં રાખવામાં આવે તો વધુ સારું. પરંતુ મૃદંગના ઘરના એ કહી દીધું, "અમારો એકનો એક દીકરો છે. માટે પ્રસંગ તો અહીં જ કરવો પડે. આમ પણ અમે જાન લઈને તમારે ત્યાં સુરત આવવાના જ છીએ ને ! તમે તમારા બધા સગાવહાલાં ને લઈને આવજો. અમારે તો પ્રસંગ ધામધૂમથી કરવાનો જ છે. " આખરે દિવસ પણ નક્કી થઈ ગયો. મૃદંગના માબાપ તો ઈચ્છતા હતા કે મૃદંગ ગામમાં જ દવાખાનું કરે અને એની આવડતનો લાભ ગામ લોકોને મળે. મૃદંગ પણ કહેતો, "તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા. આમ પણ મેડિકલના અભ્યાસને કારણે હું ઘણા વર્ષો તમારાથી દૂર રહ્યો છું હવે મારે તમારો ભરપૂર પ્રેમ મેળવવો છે. તમારા સ્નેહની સરિતામાં સ્નાન કરવું છે. મુદ્રા પણ આ વાત જાણીને ખુશ થઈ જશે. " વિવાહના દિવસે બંને પક્ષ ખુશ હતાં. આવનાર દરેક વ્યક્તિનું ઉમળકાભેર સ્વાગત થતું હતું. બંને પક્ષ ના સગા એકબીજાની ઓળખાણ કરાવી રહ્યા હતા. મુદ્રા તરફથી એના મોસાળ પક્ષના તમામ સભ્યો હાજર હતાં. એટલું જ નહિ મોસાળ પક્ષના મામાના પડોશીઓ પણ હાજર હતા. દાગીના અને કપડાં પરથી એમની શ્રીમંતાઈ પ્રદશિર્ત થતી હતી. જો કે એમને મુદ્રાને પૂછીને લીધું કે" તારા ફોઈ તથા કાકા કેમ નથી આવ્યા ? "બાકી મુંબઈથી વલસાડ કંઈ બહુ દૂર નથી. મનમાં તો થયું કે અમદાવાદથી મોસાળ પક્ષના બધા આવી શકે તો મુંબઈથી બધા કેમ ના આવી શકે ? પ્રસંગ તો ધામધૂમથી પતી ગયો. પરંતુ મૃદંગના ઘરનાને એ વાત ખૂંચતી હતી કે છોકરીના કાકા તથા ફોઈ હાજર ન હતાં. તપાસ કરતાં ખબર પડી કે મુદ્રાના પપ્પા મુંબઈમાં ઘણા ઉચ્ચ હોદ્દા પર હતાં. પરંતુ એની મમ્મીને સાસરીમાં ભેગા રહેવું જ ન હતું. અમદાવાદમાં દુકાન હતી. બીજી દુકાન પણ ત્યાં કરી શકાય. પરંતુ સમાજમાં ખરાબ દેખાય એ બીકે એમને સુરતમાં દુકાન કરી. સાસરીવાળા એટલા અબૂધ ન હતા કે દીકરો જનરલ મેનેજરની તગડા પગારની નોકરી છોડીને સુરતમાં સસરાની જવેલરીની દુકાન સંભાળે એટલે કે સાસરીમાં એનું સ્થાન ઘરજમાઈ જેવું જ કહેવાય. સાસરીયાના અહેસાન તળે જ રહેવાનું. આ બાબતે એના ભાઈબહેનોએ એને ખૂબ સમજાવ્યો હતો. પણ મુદ્રાની મમ્મીએ બધા સાથે ઝગડો કરીને એનું ધાર્યું જ કર્યુ. એ જાણતી હતી કે એનો પતિ ઘરમાં મોટો છે. એને એની કમાણી ઘરમાં આપી દેવી પડે છે. અઢળક ધનસંપત્તિમાં ઉછરેલી એની મમ્મીને કામ કરવું ગમતું નહીં. કારણ એ તો અત્યાર સુધી હુકમ કરવા ટેવાયેલી હતી. એને તો સાસરે જેલ જેવું જ લાગતું હતું. સુરતમાં એ ખૂબ ખુશ રહેવા લાગી હતી. મહિનામાં બે કે ત્રણ વાર અમદાવાદ માબાપ અને ભાઈ ભાભીને મળવા જતી અને થોડા દિવસ ત્યાં રહીને આવતી. જિંદગીમાં દુ:ખ શબ્દની બાદબાકી થઈ ગઈ હતી. મુદ્રાના પિતાને તો પૈસા સાથે જ પ્રેમ હતો એટલે તો મુદ્રાની મમ્મીને કશું કહેતાં જ નહીં. પણ મુદ્રાની મમ્મીની જુદા રહેવાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હતી. બંને પક્ષ પોતપોતાની રીતે ખુશ હતાં.

મૃદંગના પપ્પાએ સંબંધ બાંધ્યા બાદ તપાસ કરી હતી. તેથીજ એમને એક દિવસ દીકરાને બોલાવી ને કહ્યું, "બેટા, મને લાગે છે કે મુદ્રા તને અમારાથી દૂર લઈ જશે. જેમ એની મમ્મીએ સાસરી પક્ષવાળા જોડે પૈસાના કારણે સંબંધ તોડ્યો અને પતિને બીજા શહેરમાં લઈ આવી એજ રીતે મુદ્રા પણ તને ગામમાં દવાખાનું ખોલવા ને બદલે સુરતમાં જ લઈ જશે. કારણ દીકરી વળાવ્યા પછી તેઓ એકલા પડી જશે. આવનાર પત્ની કેવું વર્તન કરશે એ એની માના સ્વભાવ પરથી ખબર પડે. જેમ એની મમ્મીએ મુદ્રા ના દાદા દાદી હયાત હોવા છતાં પણ એમને આમંત્રણ આપ્યું ન હતું. મેં એ બાબતે તપાસ કરી છે. તું તો અમારો એક નો એક દીકરો છું બેટા, અમે તારાથી દૂર થવા માંગતાં નથી. " કહેતાં મૃદંગના પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. મૃદંગે કોઈ જ જવાબ ના આપ્યો. ઘરનાને લાગ્યું કે દીકરો આ ચમકદમકની દુનિયામાં ખોવાઈ જ જવાનો. પરંતુ હવે તો દીકરાની ઈચ્છા પ્રમાણે જ થશે એવું માની મન મનાવી લીધું હતું.

એક સવારે મૃદંગના ગામડાંના ઘર પાસે એક કાર આવીને ઊભી રહી. એમાંથી મુદ્રાના પપ્પા તથા મમ્મી ઉતર્યા. એમને કહ્યું કે તમારા દીકરાએ મારી દીકરીને ના કહી દીધી છે. અમે કારણ જાણવા આવ્યા છીએ. અમે તો જમાઈ માટે સુરતમાં ફલેટ લઈ લીધો છે અને નજીકમાં કલીનીકની જગ્યા પણ લઈ લીધી છે. કાલે અમે જગ્યા પણ બતાવી અને સાંજે આવીને અમને કહી દીધું કે મને મુદ્રા પસંદ નથી. "મૃદંગના પપ્પા બોલ્યા, " મૃદંગે મુદ્રાની પસંદગી અમને પૂછીને કરી નહોતી અત્યારે એની ના પસંદગી પણ અમને પૂછીને કરી નથી. "

જો કે મૃદંગના પપ્પાને મૃદંગના નિર્ણય બદલ માન થયું હતું. એ કઈ રીતે કહે કે, "પૈસાના જોરે કોઈનો દીકરો છીનવી લેવાની તમારી યોજના ઊંધી પડી ગઈ." 


Rate this content
Log in

Similar gujarati story from Drama