Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Makwana

Crime Fantasy Thriller

4  

Rahul Makwana

Crime Fantasy Thriller

હ્યુમજેન

હ્યુમજેન

6 mins
380


આપણી આ દુનિયામાં અલગ અલગ મનોવૃત્તિ અને મહત્વાકાંક્ષા ધરાવતાં અનેક લોકો રહે છે, જે ખૂબ ક સારી બાબત કહેવાય, પરંતુ જ્યારે આ જ મહત્વાકાંક્ષા લોભ લાલચ અને વિકૃતિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ભયંકર આવતું હોય છે..આવી જ મહત્વાકાંક્ષા ધરાવતો વ્યક્તિ એટલે ડૉ. સેમ્યુલ માર્કર કે જે પોતાની સાથે જન્મથી અમુક દિવ્ય શક્તિઓ જેવી કે ભવિષ્યમાં થવાની ઘટનાનો પૂર્વાભાસ, નાનામાં નાનાં અલ્ટ્રા સોનિક સાઉન્ડ સાંભળવાની શક્તિ વગેરે લઈને જન્મેલ હતાં, આ ઉપરાંત તેઓ ભણવામાં પણ હોંશિયાર હતાં.

  સમય પસાર થતો રહ્યો, સેમ્યુલ માર્કર હવે ડૉ.સેમ્યુલ માર્કર બની ગયાં હતાં, તેણે હ્યુમન રોબોટીક્સ પર સંશોધન કરવાં માટે પોતાની એક અત્યાધુનિક લેબ પણ બનાવેલ હતી. હાલ ડૉ. સેમ્યુલ પાસે અઢળક ધન દોલત હતી, પરંતુ કહેવાય છે કે તમારી પાસે જો અઢળક દોલત હોવા છતાં પણ તો સંતોષ ન હોય તો તે અઢળક દોલત ધૂળ સમાન છે, જ્યારે એક ભિખારી પાસે માત્ર એક ટંકનું ખાવા પૂરતું જ ધન હોવાં છતાં પણ જો તેને સંતોષ હોય તો તે ભિખારી સાચા અર્થમાં અમીર જ ગણાય.

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : સ્કવેર હ્યુમન રોબોટીક્સ લેબ.

 લેબમાં બધાં કર્મચારીઓ સવારનાં પોત - પોતાની ફરજ પર આવી ગયેલાં હતાં, એવામાં ડૉ. સેમ્યુલ લેબમાં પ્રવેશે છે. અને પ્રવેશતાની સાથે જ બધાં કર્મચારીઓની વચ્ચોવચ ઊભાં રહીને બધાં કર્મચારીઓની સામે જોઇને બોલે છે.

"મિત્રો ! આજ રોજ આપણી લેબ દ્વારા જે 'હ્યુમજેન' પ્રોજેકટને એપ્રુવલ મળી ગયેલ છે !" ડૉ. સેમ્યુલ ખુશ થતાં થતાં બોલે છે.

"કોંગ્રેચ્યુલેશન ! સર…!" બધાં જ કર્મચારીઓ સેમ્યુલની સામે જોઇને બોલે છે.

"ખરેખર ! આ તમારાં બધાની જ મહેનતનું પરિણામ છે." સેમ્યુલ પોતાનાં કર્મચારીઓને બિરદાવતા બોલે છે.

"પરંતુ સર…! તમે આ 'હ્યુમજેન' પ્રોજેકટ માટે અમને જે માર્ગદર્શન પૂરું પાડેલ હતું, ખુબ જ ઉપયોગી નીવડ્યું…!" એક કર્મચારી સેમ્યુલની સામે જોઇને બોલે છે.

"યસ ! ગાયઝ ! માટે મેં નક્કી કર્યું છે કે હું તમને લોકોને આજની અને આવતી કાલની એમ બે દિવસની છુટ્ટી આપું જેથી તમે તમારા પરીવારને થોડો સમય આપી શકો..!" સેમ્યુલ મનમાં કંઈક વિચારતા બોલે છે.

"થેન્ક યુ વેરી મચ ! સર...અમારી પરિસ્થિતિ સમજવા બદલ..!" બધાં કર્મચારીઓ સેમ્યુલનો આભાર માનતા બોલે છે.

   ત્યારબાદ એક એક કરીને બધાં જ કર્મચારીઓ પોત પોતાનાં ઘરે ચાલ્યાં જાય છે, માત્ર તેજબહાદુર કે જે સેમ્યુલનો બોડીગાર્ડ હતો, તે સેમ્યુલ સાથે રોકાય છે.

પછી સેમ્યુલ પોતાની ઓફિસમાં બેસે છે, અને લેપટોપમાં કંઈક કામ કરવામાં વ્યસ્ત બની જાય છે.

***

એ જ દિવસે 

સમય : બપોરનાં 1 કલાક.

સ્થળ : શહેરમાં આવેલ આલ્ફા મોલ.

   ક્રિશ પોતાની ગર્લફ્રેન્ડ સાથે મોલમાં આંટા મારી રહ્યો હતો, બરાબર એ જ સમયે તેણે પહેરેલ કાંડા ઘડિયાળમાં લાલ રંગની લાઈટ ઝબકવા લાગી, ક્રિશને આ ઘડિયાળ તેનાં પિતા રોહિત કે જે એક વૈજ્ઞાનિક હતાં, તેની પાસેથી ગિફ્ટમાં મળેલ હતી. આ ઘડિયાળમાં એવાં ખાસ પ્રકારનાં સેન્સર લગાવેલ હતાં, કે જેથી તે ઘડિયાળ પોતાની આજુબાજુમાં કોઈ મુસીબત, આફત કે ખતરો હોય તો સહેલાઈથી ઓળખી શકતી હતી.

  બરાબર એ જ સમયે ક્રિશનાં મોબાઈલ ફોનમાં રિંગ વાગી, આથી ક્રિશ એક અલગ જ પ્રકારની ગભરાહટ સાથે પોતાનાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન બહાર કાઢીને જોવે છે, તો ડિસ્પ્લે પર "પાપા" એવું લખાયેલ હતું. આથી ક્રિશ કોલ રિસીવ કરે છે.

"હા..પાપા… ઇસ...એવરી થીંગ ફાઇન..?" ક્રિશ એક જ શ્વાસમાં પોતાનાં પિતાને પ્રશ્ન પૂછે છે.

"નાં ! બેટા…આપણાં શહેર પર એક નવાં જ પ્રકારની આફત મંડરાઈ રહી છે.!" રોહિત પોતાની વાત ક્રિશને જણાવતાં બોલે છે.

"એ કેવી આફત.?" ક્રિશ આશ્ચર્ય સાથે પૂછે છે.

"જી…'હ્યુમજેન'" રોહિત ક્રિશને વાસ્તવિકતા જણાવતાં બોલે છે.

"હ્યુમજેન?" ક્રિશ નવાઈ સાથે રોહિતને પૂછે છે.

"હા બેટા.. બાયોટેક્નોલોજી અને રોબોટીક્સ એ માનવજાતિ માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે, પરંતુ અમુક લાલચી માણસો પોતાનાં અંગત સ્વાર્થ માટે તેનો ગેર ઉપયોગ કરે છે...એવો જ એક ગેર ઉપયોગ એટલે 'હ્યુમજેન' કે જેમાં માનવ જેવાં જ લક્ષણો ધરાવતાં કૃત્રિમ "જનીન"ને મનુષ્ય જેવો જ આબેહૂબ ચહેરો ધરાવતાં રોબોટમાં ઇન્સ્ટોલ કરવાનો પ્રોજેકટ એટલે 'હ્યુમજેન'.!" રોહિત ક્રિશને વધું માહિતી આપતાં જણાવે છે.

"તો.. આ "હ્યુમજેન માનવજાતિ માટે કેવી રીતે નુકસાનકારક છે..?" ક્રિશ અચરજ પામતાં પૂછે છે.

"જો ! પ્રોજેકટ કોઈ ખરાબ કે ખોટા વ્યક્તિનાં હાથે લાગી જશે તો આવનાર સમયમાં કદાચ એવું પણ બને કે મનુષ્યોની જગ્યાએ માત્રને માત્ર હ્યુમજેન વાળા રોબોટ જ હોય, જે માત્ર આપણાં શહેર જ નહીં, પરંતુ આપણાં સમગ્ર રાજ્ય, તમામ દેશો ટૂંકમાં પૂરેપૂરી દુનિયામાં તેઓનું જ શાસન હશે.

"તો...હું શું કરી શકું..આ રોકવા માટે..?" ક્રિશ મૂંઝાયેલાં અવાજે રોહિતને પૂછે છે.

"બેટા ! ઝેરીલો સાપ મોટો થાય એનાં કરતાં, જો જન્મતાની સાથે જ તેને મારી નાખવામાં આવે તો તેનાથી આવનાર ભવિષ્યમાં જે આફતો આવવાની હોય તે ટાળી શકાય…!" - રોહિત શાનમાં સમજાવતાં બોલે છે.

  બરાબર એ જ સમયે ક્રિશનાં હાથમાં રહેલ કાંડા ઘડિયાળમાં ખૂબ જ ઝડપથી લાઈટ ઝબકવા લાગી.

"પપ્પા ! મને એવું લાગે છે કે મારી આસપાસ હાલ કોઈ મુસીબત મંડરાઈ રહી હોય..!" પોતાની ઘડિયાળ તરફ નજર કરતાં કરતાં ક્રિશ બોલે છે.

"હા ! બેટા…એ મુસીબત હાલ તારી એકદમ નજીક જ છે...હાલ તું જે છોકરી સાથે ફરી રહ્યો છો..એ બીજું કોઈ નહીં પરંતુ એક હ્યુમજેન ધરાવતો રોબોટ જ છે, માટે તારી ઘડિયાળમાં એલર્ટ બતાવી રહ્યાં છે.

"ના..હોય..!" ક્રિશ રોહિતની વાત અવગણાતાં બોલે છે.

"જો તને વિશ્વાસ નાં આવતો હોય તો તેનાં હૃદય પર હાથ રાખીને જો તને હૃદયનાં ધબકારાને બદલે સર્કિટનો અવાજ સાંભળશે..!" રોહિત ક્રિશને રસ્તો બતાવતાં જણાવે છે.

"હા ! પાપા ! તમારી વાત સાચી છે...હવે હું આ હ્યુમજેનનો ખાત્મો કરીને જ ઘરે પરત ફરીશ.." ક્રિશ પોતાની ગર્લફ્રેન્ડની હાર્ટબીટ ફિલ કર્યા બાદ જણાવે છે.

  આ સાથે જ ક્રિશ તેની ગર્લફ્રેન્ડ કે જે એક હ્યુમજેન હતી તેની આંખો પોતાની દિવ્ય શક્તિઓ વડે સ્કેન કરીને હ્યુમજેનની સંપૂર્ણ માહિતી મેળવી લે છે. બરાબર એ જ સમયે તે હ્યુમજેન હુમલો કરી બેસે છે..આથી ક્રિશ તે હ્યુમજેનની મોલની બહાર ખુલ્લા મેદાનમાં લઈ જાય છે..અને પોતાની શક્તિ વડે રોડ પરથી પસાર થતી હાઈ વોલ્ટેજ કરન્ટ વડે હ્યુમજેનના શરીર પર પ્રહાર કરે છે. જેથી આટલાં ઉચ્ચ વિદ્યુત પ્રવાહને લીધે હ્યુમજેનમાં શોર્ટ સર્કિટ થવાને લીધે તે સળગી જાય છે, તે સળગે તે પહેલા જ ક્રિશ પોતાની બુદ્ધિ વાપરીને તેનાં શરીરમાંથી માઇક્રોચીપ બહાર કાઢી લે છે.

***

બીજે દિવસે

સમય : સવારનાં 10 કલાક.

સ્થળ : સ્કેર હ્યુમન રોબોટિક લેબ.

  સેમ્યુલે આજે પોતાનાં બધાં જ કર્મચારીઓને રજા આપેલ હોવાથી લેબમાં હાલ એકપણ કર્મચારી હાજર ન હતો, સેમ્યુલ પોતાની ઓફિસમાં બેઠેલ હતાં અને તેજ બહાદુર તેની ઓફિસની બહાર સાવધાનની મુદ્રામાં ઊભેલ હતો. બરાબર એ જ સમયે એક ચકચકિત કાર આવે છે. જેમાંથી ચાર ફોરેનરો બહાર નીકળીને સેમ્યુલની ઓફીસ તરફ ચાલવા માંડે છે. હાલ આ બધાં ફોરેનરો 'હ્યુમજેન'ની ડીલ કરવાં માટે જ અહીં આવેલ હતાં, જેની જાણ સેમ્યુલને અગાઉથી જ હતી આથી તેણે પોતાનાં બધાં જ કર્મચારીઓને આજે છુટ્ટી આપેલ હતી.

   સેમ્યુલ સી.સી.ટી.વી. કેમેરામાં જેવાં બધાં ફોરેનરો પોતાની લેબમાં પ્રવેશતાં જોવે છે, એ સાથે તે પોતાનાં ટેબલ પર રહેલ એક શ્રીફળ તેજબહાદુરને આપતાં જણાવે છે, કે આ શ્રીફળ મેં એક તાંત્રિક પાસે મંત્રોચ્ચાર દ્વારા સિદ્ધ કરાવેલ છે, એને લેબના દરવાજા પાસે મૂકી આવ જેથી આ ડિલિંગમાં કોઈ વિઘ્ન ના આવે. આથી તેજબહાદુર એ શ્રી ફળ લેબનાં દરવાજા પાસે મૂકી આવે છે.

  આ બાજુ ક્રિશ ગુસ્સા સાથે લેબમાં પ્રવેશે છે, અને બધું તોડફોડ કરે છે, પરંતુ જેવો તે લેબનાં દરવાજા પાસે પહોંચે છે, એ સાથે જ જાણે કોઈ અજાણી શક્તિઓ એ તેને ખૂબ જ જોરથી દૂર ધકેલી દીધો હોય, તેવું લાગ્યું...આવું ત્રણ ચાર વાર બન્યું. આથી જમીન પર પડ્યા પડ્યા ક્રિશ થોડીવાર માટે હતાશા અને નિરાશા અનુભવે છે, બરાબર એ જ વખતે એક જોરદાર રોશની જાણે પુરેપુરા વેગથી તે દરવાજા તરફ આગળ વધી રહી હોય તેવું ક્રિશને દ્રશ્યમાન થાય છે, આથી તે પોતાની નજર ઊંચી કરે છે, તો તેને અચરજનો કોઈ જ પાર ના રહ્યો કારણ કે આ રોશની એક જાદુઈ લાકડીમાંથી દરવાજા તરફ આવી રહી હતી. આ લાકડી બીજા કોઈની નહીં પરંતુ જાદુ વિદ્યાનાં હોનહાર અને જેણે પોતાનાં જાદુઓથી સારા સારા દાનવોનો ખાત્મો બોલાવી દીધેલ હતો, તે ખુદ હેરીપોટર હતો, જેને જોઈને ક્રિશ એકદમ ખુશ થઈ ગયો, જાણે તેનાં શરીરમાં કોઈ નવી જ ઊર્જા આવી હોય તેવું અનુભવી રહ્યો હતો. એટલીવારમાં પેલા શ્રી ફળના ટૂકડે ટૂકડા થઈને ચારે દિશામાં ફેંકાય જાય છે.

  ત્યારબાદ ક્રિશ અને હેરી પોટર મળીને પેલાં લાલચી અને વિશ્વાસઘાતી ડૉ. સેમ્યુલનો, ફોરેનરોનો અને લેબનો ખાતમો કરી નાખે છે. આ બાજુ ક્રિશ હેરી પોટરનો સહૃદય ખૂબ ખૂબ આભાર માને છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime