Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Romance Tragedy

5.0  

Kalpesh Patel

Drama Romance Tragedy

નીતિ - ૮ અને ૯

નીતિ - ૮ અને ૯

4 mins
2.1K


ચંદુના મગજમાં કઈ બીજું રમી રહ્યું હતું.

સૂકાઈ ગયેલા તળાવને તળિયે ગંદું પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની તળેટી વચ્ચે એકઠું થઈ પડેલું ભૂરીના ભરથાર ચંદુનું ગામડું મેં જોયું. ગામમાં દાખલ થયો ત્યારે કૂતરાં ટૂંટિયું વાળીને પડયાં હોય તેમ, ઝૂંપડાં જેવાં ઘર આખાય ગામમાં પથરાયેલા હતાં. ઝૂમો તગડી પુગીને ગામમાં પગ મેલે એ પહેલા અને ચંદુના ખોફના રંગે રંગાઈ પિત્તળ થઈ ગયેલા એના ખાસ જોડીદાર મનસુખ અને જગલાએ વગર રાઈ મેથીના વઘાર નાંખી, ચંદુને ધૂપ દઈ દીધો હતો. તગડી ગામે, રાત્રે ફાનસના અજવાળે ભીડ જામી હતી.

સરપંચને ત્યાં થતી સુનાવણી એ તેના સાથીદારોએ તો ચંદુને બરાબરનો ઘખાયો છતાં, સરપંચની રાહ જોતો ચંદુ જાણે મૂંગો, ગરીબડી ગાય ! ના બોલવું-ચાલવું, હળવું-ભળવું કે ભૂરી સાથે નજર પણ મિલાવવી મૂકી,ભોંયને તાકતાં-તાકતાં ઊંડા ને ઊના નિસાસા નાંખ્યા કરે, જાણે તેની તો ગરાસ લૂંટાઈ ગઈ હોય.હજુ સુખરામ સરપંચ આવ્યા નહતા, તેઓની રાહ જોવાતી હતી. એક ખાટલે ચંદુ કંટાળી કાગ જોકા ખાતો હતો. તેના જોડીદાર મનસુખ અને જગલો બંને તેની અડખે પડખે બેઠેલા, અને બીડીના કસ મારતા, ચંદુ ઉપર દયા ખાતા હતા, કેવો મૂરખ, હજુય તેને આશા છે કે આ ભૂરી ફરીથી વિચાર કરશે ! પણ ચંદુના મગજમાં કઈ બીજું રમી રહ્યું હતું. 

એવામાં સુખરામ સરપંચ અને તગડી ગામની મહિલા આગેવાન મંગુની સવારી આવી. સભામાં વ્યાપી રહેલો ગણગણાટ હવે પોરો ખાતો હતો. લીલીચટ્ટાક ઓઢણી અને શ્યામગુલાબી ચોળી પહેરી કોરી માંગમાં કિસનલાઈટ ના ઉજાસમાં ભૂરી નોખી પડતી હતી. કેટલાકને તે આંકડે મધ જેવો ઘાટ હતો. બધા ચંદુ સહે ફારગતી થાય...તો..ભૂરી હાળે મેળ ગોથ્વ્વની વેતરણમાં વરણાગી વેડા ચાલુ કરી દીધેલાં હતા. સરપંચે બેઠક લીધી અને પંચને કાર્યવાહી ચાલુ કરવાનો ઈશારો કર્યો.

ભૂરીનું માથું કયારનુય ભમી ગયું હતું … અને તેનું લોહી ઉકળી ઊઠ્યું અગાઉના બનાવને યાદ કરી સરપંચને બીના કહેતા કકળતા સૂરે પેટછૂટી — વાત કરી. ભૂરીથી જૂની યાદ તાજી થતાં સહન ન થતાં તે કોઈની સેહ રાખ્યા વગર ઊભી થઈ અને ચંદુ પાસે ગઈ, બરાડી ઊઠી, ‘હાહરા ઢાંઢા,શું કુળને અને બાપનું મૂંઢું કાળું કરવા બેઠો હે ?— અને મનસુખ અને જગલો તેને રોકે તે પહેલાં તો તેણે ચંદુને ત્રણ-ચાર ધબાધબ… પણ ઉંહકારો ય શેનો ? જાણે કશુંય ના બન્યું હોય તેમ, ચંદુ તો માત્ર ભોંય તાકતો જ રહી ગયેલો. થોડીવારે ચંદુએ પોતાના સભા છોડી ખોલરા તરફ ડગ માંડ્યા ત્યારે સૌને હાશકારો થયો કે, ચાલો હવે વગર પંચાતે ફારગતી ઉપર મહોર વાગી જશે હવે.

મુક્તિનો દીલાસા પામેલી ભૂરી મહિલા આગેવાન મંગુ સાથે તેના ખોરડે ગઈ. પણ સવાર થઈ ત્યારે ? તગડી ગામમાં વહેલી સવારે હાજતે ગયેલા કેટલાકે હબકીને રોકકળ મચાવી મૂકી. અને જોતજોતામાં તો આખુંય ગામનાં વડલે ઠઠેઠઠ ઉભરાયું. ગઈકાલે રાત્રે જે જગ્યાએ ઝૂમો બેઠો હતો એ જ જગ્યાની ઉપર વડવાઈનાં ફંદે ઝૂમો લાશ બનીને લટકી રહ્યો’તો. તેની અર્ધી જીભ બહાર લટકી ગયેલી. તો ફાટફાટ ડોળા ?

કોઈ દોડીને ચંદુના ખોલરે ગયું, એ પાછો આવે તે પહેલા સમાચાર આવ્યા કે ચંદુએ સોમલ ઘોળી જીવ ટૂંકાવી દીધો હતો. પોલીસ પટેલ આવ્યા અને ચંદુના સાથી મનસુખ અને જગલાની ઊલટ તપાસ ચાલુ કરી ત્યારે. લોકો સફેદ વાનમાં શોભી રહેલા ઝૂમાની કદાવર ખાંધને ઘેરી ઝૂમાની પૂંઠને ઊંટની ખૂંધ જેવી ઉપસી આવેલી ઝાંયને નિરખી રહ્યા હતા !

અત્યાર સુધી ફાટફાટ ડોળે તાકી રહેલી ભૂરીતો ખૂંટાની જેમ જડાઈ જ ગયેલી. મંગુએ તેની પીઠ પર હાથ મૂકતાં કહ્યુંઃ ‘ભૂરી, ધીર્જ ધર્ય. થાનારું તો…’અને છાતી-માથું કૂટતાં, ડુંગરો હલી જાય તેવી ભૂરીએ પૉક મૂકી, બોલી...ઝૂમા, હું તને સમર્પિત હતી તો, તારે કેમ ફારગતી લેવડાવી હતી ? તે શું લહાણ કાઢી લીધી, તારી માં ને હું શું જવાબ દઈશ ? આવા પ્રશ્ન-તરંગોમાં જ સવારતો ક્યાંય પસાર થઈ ગયેલી. મહિલા આગેવાન મંગુ ભૂરીને પડખે આવીને ક્યારે બેઠી તેનું ભાન નાં રહ્યું. તેણે રડતી જોઈ મંગુએ ભૂરીના પેટે હાથ ફેરવ્યો,માંગુનો સહજપણ હાથ તેના પેટ ઉપર જતાં ભૂરી ભડકી અને, વીફરી ઊભી થઈ—‘નઈ…નઈ… એવું ખોટું ના વચારો, તેને મે દિલ દીધેલું પણ, હજુ પરભુના નોમનું હાવ નાઈ-નચોવીને હું નથ્થ બેઠી સમજી લેજો બધા. આતો એને મને મને તેની માં, મારે કારાણે નોધારી થઈ’ તેનું દખ છે.


નીતિ અને ધરમનું સત..

બીજી સિહોરની ઘાતકી કાગડીઓ આવે અને ભૂરીને લપેટામાં લે તે પહેલા,ભૂરીની માંહ્ય લપાઈ બેઠેલાં’ ઝૂમાએ દલીલ કરીઃ ‘ભૂરી, જેમ તારે નીતિ અને ધરમ છે તેવો અમારે પણ હતો. ઝૂમાની યાદે ભૂરી પરસેવે લથપથ થઈ ગઈ. પછી તો જાણે તે ઊંડાં પાણીમાં ડૂબતી હોય તેવું લાગ્યું અને તે ડૂબ્યે ગઈ… ડૂબ્યે જ ગઈ. જ્યાં અંધારાં ઉપર અંધારાં છવાયે જાતાં’તાં. ને બધાય અવાજો શમવા માંડ્યા’ ત્યાં ભૂરો પ્રકાશ ભૂરીને દેખાયો... ગામનાં બૈરાં આવ્યાં ને તરફડતી ભૂરીની હાલત જોઈ ગભરાયાં. મંગુ અને સરપંચની બાયડીએ ભૂરીને ઝંઝેરી નાંખી. ને ‘અલી કોઈ કાંય કરો’ કહેતાં બંને રોઈ પડ્યા. કોઈ હાથ-પગ મસળવામાં, કોઈ પાલવ વીંઝોળી પવન નાંખવામાં... તો કોઈ કૂવેથી પાણી ટોવામાં લાગી પડ્યું. ખાસ્સું મથ્યા પછી પણ ભૂરી ભાનમાં ન આવી ત્યારે સૌના જીવ પડિકે લાગી ગયા. સામાન્ય રીતે ફારગતીનાં કેસમાં ખિખલી કરતું પંચ અત્યારે નિમસ્તક હતું. લીંબુ ફાડ જેવી ફિક્કી આંખમાં વસવસો હતો, સાથે ઝુમાની નીતિ અને ધરમનું સત ઝ્ગારા મારતું હતું, પણ તે જોવાવાળો ઝૂમો પરલોક સીધાવી ગયો હતો, અને તેની માં સિહોરમાં કંકુ ચોખા સાથે પોંખવા રાહ જોતી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama