STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

તું હસ તો ઉત્સવ જેવું લાગે

તું હસ તો ઉત્સવ જેવું લાગે

1 min
229

તારી આ ખામોશી,

અમાસની અંધારી રાત જેવી લાગે,

શબ્દોનો દીપક લઈ ને આવ,

તો થોડું ઉજાસ જેવું લાગે,


આ ખામોશીની ચાદર કેમ ઓઢી તે ?

તારું ચાંદ જેવું આમ કેમ ઉદાસ છે,

તું હસ તો થોડું ઉત્સવ જેવું લાગે,


સૂકાઈ ગયો જાણે આપણા સંબંધનો છોડ,

થોડું હેતનું પાણી તો પીવડાય,

તો થોડું વસંત જેવું લાગે,


સૂના થયેલા હૈયામાં,

આમ ઝાંઝરનો ઝણકાર લઈને આવ,

તો આ જીવન સંગીત જેવું લાગે,


મંઝિલ પણ રિસાઈ ગઈ છે મારાથી,

બે ડગલાં સાથે તો ચાલ,

હોય તારો સાથ તો આ જીવન, જીવન જેવું લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance