ગઝલ
ગઝલ
હકના મારા અજવાળાનું માંગુ નાખું,
ના સોનાનું પણ તાંબાનુ માંગુ નાખું.
મારી બરબાદીની મોંઘી ઇમારતમાં-
જે છે તે સંગીન પાયાનું માંગુ નાખું.
ઉપરવાળાની વાતોમાં માથું મારુ,
માથે થોકાતા માથાનુ માંગુ નાખું.
ગિરધારી છે, આવીને પૂછી પણ નાંખે,
કે ચાલો મારી રાધાનું માંગુ નાખું.
મોડી રાતે અંધારાના મનમાં આવ્યું ,
આકાશી કોઈક તારાનું માંગુ નાખું.
જીવનભર જે જે ઇશારાથી વિંધાયો છું ,
તે તે કાતિલ ઇશારાનું માંગુ નાખું.
ને વન ફાઇન ડે મળ્યો છે આજે તેથી,
જાને જીગરથી પ્યારાનું માંગુ નાખું.