Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

શ્રેષ્ઠ સર્જન

શ્રેષ્ઠ સર્જન

1 min
13.7K


શ્રેષ્ઠ સર્જન ઇશનું તોય કાં કરગરે ?

થૈને માનવ તું પગ પારોઠ કાં ભરે ?


સૌથી અધિક બુદ્ધિમતા છે તુજમાં,

તોય નિષ્ફળતા મળતાં તું કાં ડરે ?


તું ધારે તે કરનારો માનવ જગમહીં,

તોય પામવા કાજે તું શિરને કાં ધરે ?


"હાજી હા" ને દેજે સાવ હટાવી તું,

સાચું સન્મુખ કહેતાં કાં થરથરે ?


કર્મપથનો પથિક પ્રયત્નગામી છો,

પાણીમાં ના બેસતો વખતે ખરે ?


સફળતા તારી રાહ જુએ ત્યાંને,

પથ્થરમાંય પ્રાણ પૂરીશ આખરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational