જીવે છે
જીવે છે
એવા માભામાં જ જીવે છે,
જાણે ભાષામાં જ જીવે છે.
ઈચ્છે ચમકું ચાંદ-સૂરજ-શો,
પણ એ તારામાં જ જીવે છે.
કૂવાનું ઊંડાણ માપે, પણ
આજે ખાડામાં જ જીવે છે.
વાડાને એ તોડવા ઈચ્છે,
પણ ઈરાદામાં જ જીવે છે.
'સાગર' મોજાં મારતો તોયે,
હદના વાડામાં જ જીવે છે.