Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Inspirational Classics

4  

Prahladbhai Prajapati

Inspirational Classics

શિવજીને ઝેર કંઠમાં ને અમારે...

શિવજીને ઝેર કંઠમાં ને અમારે...

1 min
13K

શિવજીને ઝેર કંઠમાં ને અમારે કંઠની બહાર,

શિવજીને ઝેર કંઠમાંને અમારે કંઠની બહાર...

શિવજીની શાખ શાંતિમાં રાખ,

અમારે ડગલે પગલે વાર તહેવારે માળ.

દાઝતી ને દ્ઝ્વતી ઝાળ પંપાળ,

શિવજીને ઝેર કંઠમાં ને અમારે કંઠની બહાર...

કાગળ કલમે વિચાર વીમરસે વહેવાર,

અલક મલકના ટહુકે ફોળાયા તહેવાર.

અરીસા ઓંકે અહીં પડછાયાની પાળ,  

ઘર ગ્રહસ્તી ભસે ભવની ભવાઈ ધરાર.

શિવજીને ઝેર કંઠમાં ને અમારે કંઠની બહાર...

શિવજીના સદાવ્રતે લેવાય ફરાળી અહાર,

ત્રીકાળી શિવજીને જમુરિયતના ન કોઈ માર.

અમારે ચોતરફ રઘવામણ રાજ કરે અંધાર,

દળાતી દુનીયાદારી ઘંટીના બે પડે અપાર. 

શિવજીને ઝેર કંઠમાં ને અમારે કંઠની બહાર...

શિવજીને આવકાર ને અમારે ભૂલા પડે ભેકાર,

અમૃત જેવું હશે શિવાજીનું ઝેર પીએ તે પોબાર.

અમારે જીવન ધરતો સંસાર રહે ગર્માતા ઘરબાર,

શંકરની શામ વરણી શાખે હયાતીનો આધાર.

શિવજીને ઝેર કંઠમાં ને અમારે કંઠની બહાર...

આશા મુરાદે મળતી રોજ સફરની સરકાર, 

બદલતી નિવાસ નિત નવા મુકામેં નિરધાર.

ભરવા પાવ શેરની ખોટ જંગ ખેલે પારાવાર,

શિવજીને ઝેર કંઠમાં ને અમારે કંઠની બહાર...

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational