Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Inspirational Others

3  

Nisha Shah

Inspirational Others

તો શું ?

તો શું ?

1 min
454


પહેલું તીર નિશાને ન લાગ્યું તોશું ?

 ફરી ફરી કોશિશ તો કરાય જ છે.


 એક વાર માળો વીંખાઈ ગયો તો શું ?

ચકલી ફરીફરી માળો ગુંથતી રહે છે.


એકવાર જાળું પડી ગયું તો શું ?

કરોળિયો ફરી નવો બાંધી લે છે.


એકવાર મધપુડો પકડાયો તો શું ?

મધમાખી નિતનવા બનાવતી રહે છે.


એકાદ પાંદડી પડી ગઈ તો શું ?

એજ કમળ પ્રભુને ચડાવાય છે.


એક ફૂલ પૂર્ણ ના ખીલ્યું તો શું ?

કળી હારમાં તો ગુંથાઈ જાય છે.


એકવાર પાનખર આવી તો શું ?

ફરી ફરી વસંત આવતી રહે છે.


એક કે વધુ તીર નિશાને ન લાગ્યા તો શું ?

ફરીફરી કોશિશથી ધાર્યુ નિશાન લાગે છે.


એકવાર નિષ્ફળતા મળી તો શું ?

કોશિશથી જ માનવી મહાન થયા છે .


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational