ગણું છું
ગણું છું
જાતને હું આમ તો સદ્ધર ગણું છું,
વેદનાઓને હવે પથ્થર ગણું છું.
રેશમી યાદો થકી પુલકિત થવાતું,
એટલે તો હું તને ઈશ્વર ગણું છું.
અન્યના હોઠે તમારું ગીત આપી,
જિંદગીનું ઉમદા અત્તર ગણું છું.
જે કરે છે જીતવાની જીદ કાયમ,
એજ માણસને સદા પગભર ગણું છું.
ઝેર પીને કૃષ્ણ પામી જાય મીરાં,
એ પ્રણયની રીતને રસભર ગણું છું.