આ નગરના ધમપછાડા...
આ નગરના ધમપછાડા...
આ નગરના ધમપછાડા રોજ વધતા જાય છે,
કે અનીતિના ધાડેધાડા રોજ વધતા જાય છે.
સંત સાચો આ જગતમાં કોઈને મળતો નથી,
ઢોંગી ધુતારાના ધાડા રોજ વધતા જાય છે.
ડર ગ્રહોની રાખી ને ડરતો રહે માણસ અને,
પૂર્વગ્રહના અખાડા રોજ વધતા જાય છે.
મોંઘવારીનું કમળ કાદવ મધ્યે ખૂંપી ગયું,
અચ્છે દિનો કા કબાડા રોજ વધતા જાય છે.
આજ અથવા કાલ થઈશું આપને ચોક્કસ સુખી,
પણ વ્યથાના કેમ દહાડા રોજ વધતા જાય છે?