Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Trusha

Inspirational Others

3  

Purnima Trusha

Inspirational Others

સ્મરણો

સ્મરણો

1 min
13.7K

શું જાળ નાખવી એ તમારી રમત હતી ?

ને એમાં મારે આવી ફસાવું-શરત હતી ?

હરણાંએ તો તરસનાં સમંદર પીવા પડ્યા,

હરણાંને ઝાંઝવાની, શું એવી અછત હતી ?

વાદળનું તાપમાન હવે માયનસ થયું,

સ્મરણોની થીજવાની પ્રક્રિયા સતત હતી

કંઇ સ્પંદનોને રોકી મેં રાખ્યાં છે ભીતરે,

શું સ્ટેચ્યુ થઇ જવાની અમસ્તી રમત હતી ?

કાગળનો તરફડાટ સહન ક્યાં સુધી કરું?

જયાં શબ્દ ને કલમની વચાળે લડત હતી

તૂટીને વિખરાવું એ તાસીર કાચની,

પથ્થરની એટલે તો સતત ત્યાં ખપત હતી,

સ્મરણો, કતારબંધ પ્રસંગોનાં નીકળ્યા,

સરનામું, નામ, ફોનની વિગતો સ્વગત હતી

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational