STORYMIRROR

Purnima Trusha

Others

3  

Purnima Trusha

Others

કઇ હોય નહીં

કઇ હોય નહીં

1 min
13.6K


બિંબની એને તરસ કઇ હોય નહીં,

આયના સાથે બહસ કઇ હોય નહીં.


લાગશે ફિક્કી રમત ભેરૂ વગર,

ફેંકવા પાસા સરસ કઇ હોય નહીં.


સ્વપ્નમાં જોવા મળે ગમતી ઝલક,

સ્વપ્નનો નક્કી દિવસ કઇ હોય નહીં.


ઝાંઝવાના ક્યાં પુરાવા શોધવા ?

રણને ઉંમર કે વરસ કઇ હોય નહીં.


આંબવાને આભ ઝંખે પીંજરું,

શક્યતાની ત્યાં ફરસ કઇ હોય નહીં.


Rate this content
Log in