શકતા નથી
શકતા નથી
1 min
13.7K
બિંબ દર્પણથી ખરી શકતા નથી,
વેદનાને ચીતરી શકતા નથી.
રણ તો વિસ્તરતું રહે ,બસ યાદનુ,
ઝાંઝવાને સંઘરી શકતા નથી.
થોર એકલતાનાં ઉગ્યા હાથમાં,
સ્પર્શના ફુલ કરગરી શકતા નથી.
આંખથી લાવા સતત વ્હેતો રહે,
દૃશ્યનાં ધુમ્મસ ઠરી શકતા નથી.
ડાળખી પર કલરવે છે ખાલીપો,
પાંદડા પણ અવતરી શકતા નથી.
