તરફદારી
તરફદારી
1 min
26.9K
એવું ક્યાં છે કે તરફદારી નથી ?
હારનારા બાજી, જુગારી નથી
વાત હો જ્યારે વફાની ત્યાં સદા,
ચાહનારા પ્રેમ-પૂજારી નથી
હો સવાલો ને કસોટીની પ્રથા,
જયાં રમત હો, ત્યાં વફાદારી નથી
પાંપણોનાં ઢાળ જ્યાં ઝુકયા જરાં,
પ્રેમની મંજુરી અણધારી નથી
છે ઉભયની ત્યાં સમજ પણ વણલખી,
પ્રીતની જયાં રીત લાચારી નથી.
