STORYMIRROR

Purnima Trusha

Others

3  

Purnima Trusha

Others

રેલાવું પડયું

રેલાવું પડયું

1 min
26.7K


લ્યો પડળમાં આંખના કાણું પડયું,

ને બિચારું દૃશ્ય નોંધારું પડયું.


સૉંયમાં સ્વપ્નો પરોવી રેશમી,

તાંતણાએ સાંધવું કાઠું પડયું.


ઝાંઝવાને લઇ ફરે છે આયનો,

બિંબ છળતું જોઇ પસ્તાવું પડયું.


પાંપણો નીચે સ્મરણ પણ સળવળે,

ખોલતાં ભારે, એ અજવાળું પડયું.


ધૂંધળા છે સૌ બનાવો આંખમાં,

વાદળો વરસ્યા તો રેલાવું પડયું.


Rate this content
Log in