STORYMIRROR

Purnima Trusha

Others

3  

Purnima Trusha

Others

શકતાં નથી

શકતાં નથી

1 min
26.9K


પર્વતો નીચે નમી શકતાં નથી,

કે નશામાં લડખડી શકતાં નથી.


કોતરેથી દર્દનું ફૂટે ઝરણ,

બાથમાં વાદળ ભરી શકતા નથી.


આવરણ ઓઢે બરફનું એ ભલે,

મીણ જેવાં પીગળી શકતાં નથી.


મેઘ બારે એ ભલે ખાંગા કરે,

છબછબીયા તો કરી શકતાં નથી.


સૂર્યનું પ્હેલું કિરણ એને ચૂમે,

લ્હેર સાગરની ચૂમી શકતાં નથી.


શિખરે લાવા લપકતો હોય પણ,

કાંચળીને ખુદ ત્યજી શકતાં નથી.


શ્વાસ ફૂંકીને ધજા ફરકાવશે,

પણ હવાને કરગરી શકતાં નથી.


Rate this content
Log in