STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others

3  

Meena Mangarolia

Inspirational Others

પચરંગી દુનિયા

પચરંગી દુનિયા

1 min
25.8K


જીતવી છે દુનિયા મારે જીતવી છે

પચરંગી દુનિયા મારે જીતવી છે


પચરંગી દુનિયા ના માનવી અવનવા

માનવી ના હોઠે સુખદુખ ની વાતો

પચરંગી દુનિયા મારે જીતવી છે


મતલબીદુનિયાની મતલબી છે વાતો

વાતો ને વાતો માં દંભ ની છે વાતો

પચરંગી દુનિયા મારે જીતવી છે


લાખો, કરોડોની વાતો છે માનવી ને

કેટલા દીધા કેટલા લીધા

પચરંગી દુનિયા મારે જીતવી છે


પ્રભુના નામની માળા ન જપવી .

પ્રભુના ભંડારા મા કેટલા દીધા

એની શેરી એ શેરી એ કરવી વાતો......

પચરંગી દુનિયા મારે જીતવી છે


દિવસ અને રાતની વાતો છે જૂદી

કેટલા બંગલા અને કેટલી ગાડીઓ.....

પચરંગી દુનિયા મારે જીતવી છે


ચોરે અને ચૌટે વાતો છે મોટી મોટી

સ્વાર્થ ની વાતો કરવી

પચરંગી દુનિયા મારે જીતવી છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational