STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

અમૂલખ જીંદગી

અમૂલખ જીંદગી

1 min
475

જીંદગી છે સ્વપ્ન જેવી, અકળ ખુદાઈથી ભરી,

પ્રગટાવો દીપ પુરુષાર્થના, ભાગ્ય દેવી રીઝશે,


હતો આદી માનવ રઝળતો, પશુવત્ કેવો વને વને,

અચરજ ભરેલા ઐશ્વર્યથી, મહામાનવ બની રીઝશે,


ધરબાશે ધરાએ બીજ તો, એક દી ફુલ બની મ્હેંકશે,

જીંદગી ઝીલશે જો પડકારો, યશ બની નક્કી રીઝશે,


વિચારોના વમળમાં ના ડૂબાડશો અમૂલખ જીંદગી,

માનવમાં માનવતા લહેરાવો તો દેવ બની રીઝશે,


ભલે આવી અંધકાર લઈ અમાસ, નક્કી છે પૂનમ ઢુંકડી,

તપાવી જાણો ખારો જીવન સાગર, મેઘ બની એ રીઝશે,


જીંદગી છે ઝરણું વહેતું, સમય સંગ શુચિ સરીતા બને

લોક કલ્યાણે જીવ્યો છે ‘આકાશદીપ’, આધાર બની રીઝશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational