STORYMIRROR

Chirag Padhya

Inspirational

4  

Chirag Padhya

Inspirational

મિત્ર

મિત્ર

1 min
351

ચાલો દોસ્તીની વ્યાખ્યાથી અવગત કરાવું,

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું,


ના તોલી શકાય એવુ અતુલ્ય રતન છે મિત્ર,

લોહીના સંબંધથી ગહેરો સંબંધ છે મિત્ર,

બેકદર દોસ્તોને વીતેલા સમયની કદર કરાવું,

મારા મિત્રો તમને મિત્રતાનો પરીચય કરાવું,


સ્વાર્થ વગરનો એક નિસ્વાર્થ પ્રેમ છે મિત્ર,

જીત હારથી ઉપરનો એક જુગાર છે મિત્ર,

ભુલાઈ ગયેલા સમયને ફરી સ્મરણ કરાવું,

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું,


ખોવાયેલ પાનામાં ખુશીઓનો સમય છે મિત્ર,

ના ભૂલી શકાય એવી યાદોની ભવર છે મિત્ર,

સમય સાથે ભુલાયેલી યાદો આઝાદ કરાવું,

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું,


દુઃખની ક્ષણોમાં સુખદ અહેસાસ છે મિત્ર,

તકલીફની પળોમાં જીવન કેરો શ્વાસ છે મિત્ર,

સમજણ વિશ્વાસના અતૂટ તારથી સજાવું,

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational