STORYMIRROR

Manoj Joshi

Inspirational

4  

Manoj Joshi

Inspirational

સમયને પારખી લેજો

સમયને પારખી લેજો

1 min
274

સમયને પારખી લેજો સમય તમને ય પારખશે,

સમયને સાચવી લેજો સમય તમને ય સાચવશે,


સમય છે હાથની વેળુ સરકતા વાર ના લાગે,

સમયને સાચવી જો ના શકો તો કામ ના લાગે,


સમય તો કોઈથી કદીએ કશે રોક્યો નહીં રૂકે,

સફળતા એમને મળશે સમયની સાથ જે ઝૂકે,


નદીના નીરની સરખો પ્રતિપળ એ વહી જાશે,

વ્હેણને પારખી જે ડૂબશે બસ તે તરી જાશે,


કદાપિ કાળની લીલા સમજવા કોઇ નહીં પામે,

હતા અવતાર તો એ યાદવો મર્યા નજર સામે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational