STORYMIRROR

natwar tank

Inspirational

4  

natwar tank

Inspirational

ઝરણાંનું સ્વપ્ન !

ઝરણાંનું સ્વપ્ન !

1 min
314

ઝરણાંને એક સપનું આવ્યું,

નદી બનીને વહેવાનું,

છૂપી રાખવી વાત આ,

કોઈને કંઈના કહેવાનું !

ઝરણાંને એક સપનું આવ્યું.


ખળખળ ઝરણું વહેવાં લાગ્યું,

કૂદી કૂદીને રહેવા લાગ્યું,

છૂપી રહીના મનમાં વાત,

કંકર પથરને કહેવાં લાગ્યું !

ઝરણાંને એક સપનું આવ્યું.


એક દિ' એક હરણું આવ્યું,

ઊભું ઝરણે પાણી પીતું,

નિર્જન આ જંગલમાંં એણે,

એક કંકરને હસતું દીઠું !

ઝરણાંને એક સપનું આવ્યું.


હરણે આખી વાત જાણી,

પીતાં પીતાં ઝટપટ પાણી,

હરણું દોડ્યું જંગલ વાટે,

ખૂલી મૂકવાં ખૂદની વાણી !

ઝરણાંને એક સપનું આવ્યું.


હરણાએ જઈ સિંહને કિધું,

સિંહે જંગલ માથે લીધું,

મોટાં થવાની રીત છે આ !

આમ કહીં પરખાવી દીધું,

ઝરણાંને એક સપનું આવ્યું.


થયો સાંભળી ઝરણાંને ક્ષોભ,

ખોટો હતો આ મારો લોભ,

નદી થવાનું માંડી વાળ્યું !

એણે જાતને કીધું થોભ !

ઝરણાંને એક સપનું આવ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational