STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

કસોટી રહેવા દે તું જીંદગી,

કસોટી રહેવા દે તું જીંદગી,

1 min
472

વારંવાર આમ કસોટી કરવાની રહેવા દે તું જીંદગી. ભાગ્યમાં લખેલ હોય એટલા દુ:ખ સહેવા દે તું જીંદગી.


ભલે આપી દે દર્દ એક સામટા, સહી લેશું અમે પ્રેમથી. વાત અમારા દિલ તણી કદી તો કહેવા દે તું જીંદગી.


આગમાં તપીનેજ કુંદન શુધ્ધ બને છે જાણુંજ છું હું. કસોટીની એરણ પર ચડાવે, પછી સુખ લેવા દે જીંદગી.


સૂકો રોટલો અને છાશ પીને પણ સંતોષ માની લઇશ હું. કદી તને ક્યાં કહું છું હું રોજ મીઠાઇને મેવા દે જીંદગી,


હદથી વધારે આપીશ તું પીડા એ સહી લેશું મક્કમતાથી. આંખમાંથી નીકળે આંસુ તો શાંતિથી વહેવા દે જીંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational