તમે
તમે
ઊભરાવી સ્નેહની સરિતા હરિવર આવજો તમે.
હોય જે તમારા જેવા તેને સંગાથે લાવજો તમે.
ઓગળી જશે અવગુણ અમારા, પ્રેમ અબ્ધિમાં,
તમારાંને કરી યાદને એને મળવામાં ફાવજો તમે.
છે અહીં સ્વાર્થનું પ્રાબલ્ય સર્વત્ર વ્યાપતું સહજ,
પ્રભુતા દાખવી પુરુષોત્તમ મુખ મલકાવજો તમે.
છીએ તૃષાતુર ભવોભવથી તમારાં દર્શન કરવા,
આખરે છીએ માણસ તો વધુ ના તાવજો તમે.
કરી કૃપાદ્રષ્ટિ કેશવ ફેરા ચોરાશી ટાળજો તમે,
કરુણા લાવી ઉરે, વરદ હસ્ત શિરે પ્રસારજો તમે.
