STORYMIRROR

Manoj Joshi

Inspirational

4  

Manoj Joshi

Inspirational

માનો ખોળો

માનો ખોળો

1 min
508

મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે,

મોટપ લાગે કડવી ત્યાં તું અમૃત જેવી લાગે,


નવ નવ મહિના ઉદરે રાખી દરદ ખુશીથી પીધા,

મુજ સુખ કાજે હસતા હૈયે વ્રત કઠિન બહુ કીધાં,


મુખથી જયાં હું મા ઉચ્ચારૂ ભય સઘળા યે ભાગે,

મા બોલું ત્યાં બાળપણાની યાદ હ્રદયમાં જાગે,


એક અક્ષરી મહામંત્ર મા તારું નામોચ્ચારણ,

જીવનભરની ભાગદોડનું ઊતરી જાતું ભારણ,


વત્સલ ઠપકો સારો તારો માન મરતબા વાગે,

મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે,


ભૂલ્યો હું તારા ઉપકારો ખૂદના સુખમાં રાચ્યો,

ત્યાગ વિસાર્યો તારો માતા નીજ સ્વાર્થમાં નાચ્યો,


થાક્યું હાર્યું તનમન મારૂં બસ તારો ખોળો માગે,

મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational