STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

પિતા મારા.

પિતા મારા.

1 min
27.9K


ઘરની છત્રછાયા સમ લાગતા પિતા મારા.

ઘરમાં સૌથી પહેલાં જાગતા પિતા મારા.


ઊંચાઈ સાથે વ્યક્તિત્વ આકર્ષી જનારું, 

ક્યારેય કોઈ પાસે ન માગતા પિતા મારા.


કરી મહેનત પ્રસ્વેદ વહાવી પોષણ કરતા,

" હાજી હા " થી જે દૂર ભાગતા પિતા મારા.


સંગીતપ્રેમી સ્વાવલંબી કટુ સત્ય ઉચ્ચારતા,

રામાનુરાગી અશ્રુ આંખે ભરતા પિતા મારા.


અટલ વિશ્વાસ જેને ઇશ પર માળા કરતા,

સંતાન સુખી દેખીને હરખતા પિતા મારા.




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational