Mahebub Sonaliya

Thriller


Mahebub Sonaliya

Thriller


ત્યજી દઉં તને એમાં શંકા નથી પણ

ત્યજી દઉં તને એમાં શંકા નથી પણ

1 min 6.8K 1 min 6.8K

ત્યજી દઉં તને એમાં શંકા નથી પણ,

મને મારા શબ્દોમાં શ્રદ્ધા નથી પણ,


તું બોલે, હું સમજુ, ત્રીજું કોણ જાણે?

ભલે મૌનની કોઈ ભાષા નથી પણ,


પરિણામ સૌ સૌની નજરે અલગ છે,

અરે જીંદગી આ પરીક્ષા નથી પણ,


કે ફરીયાદ તમને જગતથી ઘણી છે,

છતાં આ જ છે, બીજી દુનિયા નથી પણ,


સમસ્યાથી ઘેરાઈ માણસ રહે છે,

જટીલ એવી કોઈ સમસ્યા નથી પણ,


ત્યજી કયાં શકું છું હું 'મહેબુબ' જીવન,

અને જીવવા માટે ઇચ્છા નથી પણ.


Rate this content
Originality
Flow
Language
Cover Design