Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Inspirational

5.0  

Rajesh Hingu

Inspirational

ખુમારી

ખુમારી

1 min
463


થેલાઓથી લદાયેલો એનો હાથ,

અનાયાસ 'સલામ'ની મુદ્રામાં

ગોઠવાઇ ગયો,

જ્યારે,

પોતે લાવેલી રાહત સામગ્રી 

ન સ્વીકારતા, 

ભૂકંપમાં પડી ગયેલા

ઘરના કાટમાળ પર બેઠેલાં

વડીલે 

ખુમારભરી સૌમ્યતાથી,

એ જવાનને કહયું -

"ઘર પડી ગ્યું છે,

હું નહી" 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational