Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

મખમલી ખયાલ

મખમલી ખયાલ

1 min
13.9K


એક મખમલી ખ્યાલ અમથો જ એનાં મધુર સંસ્મરણનો

ખાલીપાની ખલીશોમાં ખળભળાટ કેવો મચાવી ગયો


તાલાવેલી તુજને મનથી મળવાની ઉગી નીકળી અંદર

વિચાર એ બે ઘડી મનેં થોડુંક વધારે જીવાડી ગયો


ઠંડી ઠંડી હવાનો આ વરસતો કેવો વરસાદી વાયરો

ને એકાંતના માહોલ વચ્ચે આજ હૈયું સળગાવી ગયો


એક ઝંઝાવાત ની:શબ્દનો ઉઠ્યો મુજ મન મહી ને

આ હવાના કેનવાસ પર ઇન્દ્રધનુષી કવિતા લખી ગયો


ને પછી કેવી દાદ હતી એની યાદ કેરા અસ્તિતવની

કેફ અંતરની ઉદાસીનો પણ પછી આનંદ આપી ગયો


ઋતુ ને આ વરસાદને ક્યાં રહ્યો છે કોઈ સંબંધ હવે

ને વરતારો માવઠાંનો મને આજે પણ ડુબાડી ગયો


"પરમ" નશો તારા નામનો છે જ કૈક એવો હજુ પણ

એની આંખનો એક જ ઈશારો મને "પાગલ કરી ગયો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational