Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dina Chhelavda

Inspirational

4.5  

Dina Chhelavda

Inspirational

સ્ત્રીનું અસ્તિત્વ

સ્ત્રીનું અસ્તિત્વ

1 min
204


હું વહેલી સવારની ઝાંકળ છું

ને રાત રંગ રઢિયાળી છું,

બપોરની શીતળ છાયા હું

ને સમી સાંજની લહેરખી છું,

ભલે હું સરનામા વગરની

પણ મારા વિના જિંદગી અધૂરી !


બાળપણમાં નાની પરી છું

ને યુવાનીમાં ખીલતી કળી છું,

ખળખળ વહેતી ધારા છું

ને શીતળ જળ અભિલાષા છું,

ભલે હું સરનામા વગરની

પણ મારા વિના જિંદગી અધૂરી !


માનવ મેળામાં આમ એકલી છું

ને મઝધારે તુફાની નાવ છું

સંબંધોમાં પ્રિયા, ભગિનીને જનની છું

ને લાડકવાયી માસુમ લાડલી પણ છું

ભલે હું સરનામા વગરની

પણ મારા વિના જિંદગી અધૂરી !


સહિયર સહુની મજાની છું

ને સર્વ જગતમાં ન્યારી છું,

સંબંધોના નામે હસતી ક્યાંક રડતી હું

પણ સહુના ઘરની શાન છું

ભલે હું સરનામા વગરની 

પણ મારા વિના જિંદગી અધૂરી !


હા, હું એક સ્ત્રી છું સરનામા વગરની

પણ ખરું કહું તો મારું અસ્તિત્વ એ જ મારું સરનામું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational