Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trupti Trivedi

Tragedy Classics

2  

Trupti Trivedi

Tragedy Classics

મા

મા

1 min
1.3K


'મા' એટલે શું ?

વિચારે મન મારું

જયારે

જોવે નેણ મારા

અન્યની મા કેરો સ્નેહ..!

મારા જેવું જ બાળક

એની માના ખોળામાં બેઠેલું હોય,

ત્યારે બોલ્યું ભીતરે મન મારું

શું આવો મીઠો માનો ખોળો હોય ?

તોફાને ચડેલ મારા દોસ્તને

મીઠો ઠપકો જ્યારે મા આપે 

ત્યારે બોલે ભીતરે મન મારું

શું આવો મધુર ઠપકો માનો ?

વાગ્યું એના દીકરાને

પીડા પોતેને થતી

ત્યારે બોલે ભીતરે મન મારું

શું આવું માનું વાત્સલ્ય હોય ?

નથી છબી માની આંખમાં,

જન્મ થયો છે મારો

એટલે એક મા પણ હશે જ..!

પણ ક્યાં ?

હે ભગવાન

બધાને આટલી વ્હાલી મા આપી..!

તો મારી પણ હશે જ

પણ ક્યાં ?

પણ ક્યાં છે ?

છે આંખોમાં આંસુ !

છે અંદરની પીડા !

પણ, 'મા' નથી અત્યારે પાસ 

તો કોણ સમજશે મારી વ્યથા?

તો કોણ સમજશે મારી વ્યથા!

મારી 'મા'

ઓ મારી મા

ક્યાં છે -'તું'?

મારી યાદ નથી આવતી તને ?

મારે તને જોવી છે

આવને મારી પાસ..!

તું છે મારી જ મા..!

છતાં કહેવાઉં મા વગરનો અનાથ!

મા વગરનો અનાથ!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy