સિધાવો નીજ ધામ
સિધાવો નીજ ધામ
ભલે સિધાવો નીજ ધામ,
માઁ તારી નજરોમાં રાખજે
કરુ હું તને પ્રણામ,
માઁ તારી નજરોમાં રાખજે... ભલે
સંકટ મોચન બની તું રહેજે,
આશ અમારી બધી પુરી કરજે
કૃપા તારી વરસાવ,
માઁ તારી શરણમાં રાખજે ….ભલે
સીધો સાદો બાળ હું તારો,
તું જ મારો એક સહારો,
તારા વિના હું એકલવાયો,
સદાય રહેજે સાથ તું મારી....ભલે
મૃદુલ મન મારું બહુ ચંચળ છે,
મોહમાયાથી એ લથપથ છે,
તારું મુખ જોવા એ અધીર છે
તારા દર્શનની લાગી છે એને આશ....ભલે